fbpx
ગુજરાત

શ્રેય હોસ્પિટલ આગકાંડ મુદ્દે આખરે ટ્રસ્ટી વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોધાયો

શ્રેય હોસ્પિટલ આગકાંડ મુદ્દે આખરે ટ્રસ્ટી વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોધાયો અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં ૮ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ મામલે ભારે હોબાળો અને ચર્ચા બાદ શ્રેય હોસ્પિટલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટનાને ૪-૪ દિવસ વીતી ગયા બાદ અંતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં પોલીસ ફરિયાદ બાદ આજે હ્લજીન્ રિપોર્ટ સામે આવ્યો છે. હ્લજીન્ના રિપોર્ટ સૌથી મોટી ખામી બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હ્લજીન્ રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખન કરવામાં આવ્યો કે, રાત્રે જ્યારે આગ લાગી હતી તે સમયે આઇ.સી.યુ વોર્ડમાં ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલી દિવાલોમાં લાગેલી બારીઓ સ્ક્રૂથી ફીટ કરવામાં આવી હતી.
જેના કારણે ધૂમાડો બહાર નીકળી શક્્યો ન હતો અને ધુમાળામાં ગુંગળાઇને દર્દીઓના મોત થયા હતા. તેમજ હોસ્પિટલમાં ફાયર ર્દ્ગંઝ્ર પણ ન હોવાના કારણે ફાયર ઓડિટ પણ થઇ શક્્યું ન હતું. હોસ્પિટલમાં ફાયર અલાર્મ ન હોવાથી આગમાં લોકોના જીવ ગયા છે. એલાર્મ હોત તો રેસ્ક્્યુની કામગીરી ઝડપથી થઈ શકી હોત.
આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે શ્રેય હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત સામે બેદરકારીનો ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે. નવરંગપુરા પોલીસે ની કલમ ૩૩૬, ૩૩૭, ૩૩૮ અને ૩૦૪ (અ) મુજબ ગુનો દાખલ કર્યો અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts