fbpx
ગુજરાત

ગૌશાળાના ગોડાઉનમાં આગ લાગતા હજારો ટન નીરણનો જથ્થો બળીને ખાખ

ગૌશાળાના ગોડાઉનમાં આગ લાગતા હજારો ટન નીરણનો જથ્થો બળીને ખાખ બોટાદ જિલ્લાના ગઢડાના ઉગામેડીમાં આવેલી ગૌશાળાના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ગોડાઉનમાં રહેલી હજારો ટન નીરણનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. જાે કે ૪ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ૧૦ કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
ગઢડાના ઉગામેડી ગામે ગૌશાળામાં નીરણના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. જેથી હજારો ટન નીરણનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. ઘટનાને પગલે ગઢડાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેથી બોટાદથી ૪ ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આગ પર કાબૂ મેળવવા માટે ત્નઝ્રમ્ની મદદથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ૧૦ કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જાે કે આ આગ ક્્યાં કારણોસર આગ લાગી હતી. તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ભીષણ આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની સંભાવના છે.

Follow Me:

Related Posts