fbpx
ગુજરાત

લોકોને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરનાર ઇસમને પકડી પાડતી જુનાગઢ એ ડીવી. પોલીસ

જુનાગઢ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર  તથા પોલીસ
અધિક્ષક રવી તેજા વાસમસેટ્ટી ની સુચના મુજબ છેતરપીંડીના ગુન્હાઓ બનતા અટકાવવા અને
આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક
પી.બી.જાડેજા સા. ના માર્ગદર્શન હેઠળ આર.જી.ચોધરી પો.ઇન્સ એ ડીવી નાઓએ એડીવી પો.સ્ટે ગુ.ર.ન
૯૦૭/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦ મુજબનો ગુન્હો દાખલ કરેલ જે ગુન્હાના ફરીયાદી જયંતભાઇ
વિનોદભાઇ રાજપરા રહે. જૂનાગઢ વાળા તેના સંબધી ના મીત્ર યતિશ ઉર્ફે યશ વિરેન્દ્રઇ શાહ રહે. જૂનાગઢ
જોષીપરા ખલીલપુર રોડ વાળો જે અમુલ્ય સેવા ચેરીટેબલ નામનુ ટ્રસ્ટ ચલાવે છે જેની ઓફીસો અમદાવાદ
અને મુંબઇ માં આવેલ છે અને હાલ જૂનાગઢમાં જૈન દેરાસરનુ કામકાજ ચાલુ છે અને જૈન દેરાસરોમાં
સેવાભાવી માણસો ફાળો લખાવતા હોય જેઓને સન્માનરૂપે નાનીમોટી ભેટ આપવાની થતી હોય જેથી
અમારે અવાર નવાર સોનાના ઘરેણા ખરીદવાના થાય છે અને અમારે ટ્રસ્ટમાં ખરીદી કરવાની હોય જેથી
અમારે પાકા બીલથી વેપાર કરવાનો થાય છે તેવુ કહી રૂપીયા ૧૮ થી ૨૦ લાખ જેવી રકમના ઘરેણાની
ખરીદી કરી બીલના નાણા અમુલ્ય સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના નામેના ચેકથી બીલની ચુકવણી કરી આપેલ
આ રીતે આરોપીએ ફરીયાદી ને વિશ્વાસમાં લઇ ફરીથી આ આરોપીએ ફરીયાદી પાસેથી અલગ અલગ
તારીખોએ કુલ રૂ.૩૫ લાખના સોનાના ઘરેણા ખરીદેલ અને કહેલ કે અમારા ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ બદલવાના
હોય જેથી ચેકમાં સહીની ફેરફાર થવાની છે નવા ટ્રસ્ટી બદલે એટલે ચેક આપી જઇશ તેવુ જણાવી સોનાની
ખરીદી કરી છેતરપીંડી કરેલ છે બાદ આરોપીના મો.નંબર ૭૦૩૯૪૨૩૭૩૦ ઉપર સંપર્ક કરતા જણાવેલ કે
ટ્રસ્ટી વિદેશ ગયેલ છે તેમ કહી દરેક વખતે અલગ અલગ બહાના બતાવતો હોય અને બીલના નાણા ન

ચુકવી છેતરપીંડી કરી ગુન્હો આચરેલ છે જે આરોપીને આજરોજ એ ડીવી પોલીસ દ્રારા પકડી પાડવામાં
આવેલ છે તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીનુ નામ- યતિશ ઉર્ફે યશ વિરેન્દ્રઇ શાહ રહે. જૂનાગઢ જોષીપરા ખલીલપુર રોડ
ગુન્હો કરવાની એમ.ઓ- તેમજ અગાઉ પણ આ આરોપી યતિશ ઉર્ફે યશ વિરેન્દ્રઇ શાહ રહે.
જૂનાગઢ જોષીપરા ખલીલપુર રોડ વાળાએ છેતરપીંડીના ગુન્હાઓ આચરેલ છે જેમાં જેનમ હોમ કેર
પ્રોડકટસ નામની કંપની શરુ કરેલ જેમાં ઇન્વેસ્ટ કરવાથી દરમાસે ૪ ટકા પ્રોફીટ મળશે અને છ માસ બાદ
ઇન્વેસ્ટ કરેલ બધી રકમ પાછી મળી જાય તેવી લોભામણી સ્કીમ બહાર પાડેલ આ સ્કીમમાં ઘનશયામભાઇ
ચંદ્રકાન્તભાઇ કક્કડ રહે.જૂનાગઢ વાળાએ પહેલા ૩ લાખ રૂ.નુ આ સ્કીમમાં રોકાણ કરેલ જેનું ૪ ટકા લેખે
પહેલા માસે પ્રોફીટ પોતાને મળેલ જેથી પોતે વધુ ૯ લાખ રૂ. નુ આ સ્કીમમાં રોકાણ કરેલ જેનું દરમાસે ૪
ટકા લેખે પ્રોફીટ છ માસ સુધી મળેલ અને સાતમાં માસે પુરી રકમ ન મળતા આરોપીનો સંપર્ક કરતા પોતે
ફોન બંધ કરી કયાંક જતો રહેલ આ રીતે આ આરોપીએ વિશ્વાસઘાત કરી કુલ પાંચ વ્યકતીઓના ૨૧ લાખ
રૂ. ની છેતરપીંડી કરી ગુન્હો આચરેલ જે બાબતે બી ડીવી પો.સ્ટે ગુ.ર.નં ૧૫૯/૨૦૧૯ આઇ.પી.સી
૪૦૬,૪૨૦ મુજબ ગુન્હો રજી થયેલ. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આથી જાહેર જનતાને જણાવવાનુ કે, આ આરોપી યતિશ ઉર્ફે યશ વિરેન્દ્રઇ શાહ રહે.
જૂનાગઢ જોષીપરા ખલીલપુર રોડ વાળાએ આ રીતે કે અન્ય કોઇ રીતે કોઇપણ વ્યકતી સાથે છેતરપીંડી
કરેલ હોય તો નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવો.
એચ.આઇ.ભાટી પો.ઇન્સ એસ.ઓ.જી જૂનાગઢ મો.નંબર ૯૭૨૭૭૨૨૪૮૮
પોલીસ કંટ્રોલરૂમ જૂનાગઢ ફોન નંબર ૧૦૦
એડીવી પો.સ્ટે ૦૨૮૫૨૬૫૫૭૭૮

Follow Me:

Related Posts