fbpx
ગુજરાત

સુરત-અમદાવાદ નેશનલ હાઈવે પર ભારે વરસાદથી જામ્યો ૧૦ કિમી લાંબો ટ્રાફિક

રાજસ્થાન ઉપર અપર એર સાઇક્લોનિક સક્્ર્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે જનજીવનને માઠિ અસર થઈ રહી છે.સુરત-અમદાવાદને જાેડતા નેશનલ હાઈ વે નંબર ૪૮ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.અંક્લેશ્વર અને કોસંબાની વચ્ચે રસ્તા પર પાણી ફરી વળવાની સાથે ઓવરબ્રિજની નીચે રસ્તાનું કામ ચાલતું હોવાથી રસ્તો બ્લોક થવાની સ્થિતિ સર્જાયેલી છે. જેથી બન્ને તરફ અંદાજે ૧૦ કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાઈનો લાગી છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી મુજબ વરસાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતો જાેવા મળી રહ્યો છે. અંક્લેશ્વર અને કોસંબા વચ્ચે ભારે વરસાદના પગલે નદી નાળા બે કાંઠે થવાની સાથે સાથે રોડ પર પણ પાણી ફરી વળતાં વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. ધામડોદથી કોસંબા સુધી રસ્તાની બન્ને લેનમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. સાવા પાટીયા પર બની રહેલા ઓવરબ્રિજનું કામ હવે થોડું જ બાકી રહ્ય્šં છે. પરંતુ ભારે વાહનો ચાલતા હોવાથી રસ્તામાં મોટા ખાડા પડી ગયા હતાં. જેનું પુરવાનું પણ આજે કામ કાજ હાથ ધરવામાં આવ્યું હતું. બીજી તરફ વરસાદ હોવાથી સવારથી બપોરના સમયે વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ હતી.

Follow Me:

Related Posts