fbpx
ગુજરાત

ગાંધીનગર ખાતે આજે રાજ્યકક્ષાના ૭૪માં સ્વતંત્ર પર્વની ઉજવણી

કોરોનાને લઇને અન્ય કાર્યક્રમો મોકૂફ,મુખ્યમંત્રી હાજર રહેશેદુનિયામાં હાલ કોરોના વાયરસની મહામારીનું સંકટ જાેવા મળી  છે. ત્યારે કોરોનાને લઇને દેશમાં અનેક રીતે સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યાં છે. દેશમાં આવતી કાલે ૭૪માં સ્વતંત્ર પર્વની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણીને લઇને ગાંધીનગર ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી ગાંધીનગરમાં કરવામાં આવશે. ત્યારે રાજ્યના પાટનગરમાં ૭૪માં સ્વતંત્ર પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.
ગાંધીનગરના સેક્ટર ૧૧ના વિસ્ટાગાર્ડન ખાતે તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે પાટનગરમાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે રાજ્યમાં કોરોનાના વધતા કહેરને લઇને અન્ય કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યાં છે. આ વખતે ૧૫મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી સાદાઈથી કરવામાં આવશે. ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ યોજાવાનો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપવાના છે.

Follow Me:

Related Posts