fbpx
ગુજરાત

કરજણ ડેમમાં ૧ લાખ ક્યુસેક પાણીની આવક થતા ૧૦ હજાર ક્યુસેક પાણી છોડાયુ

ડેડીયાપાડામાં છેલ્લા ૪૮ કલાકમાં ૧૪ ઇંચ વરસાદને પગલે કરજણ ડેમમાં ભરપુર પાણીની આવક થઇ છે. જેને પગલે કરજણ ડેમના ૨ દરવાજા ૧.૫ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. પાણીની આવક વધતા કરજણ નદી ગાંડીતુર બની છે. કરજણ નદીમાં ધસમસતા પણીને પગલે ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, જેથી આસપાસના ગામોના લોકોને ચિંતિત બન્યા છે. કરજણ ડેમના ઉપરવાસ અને અને નેત્રંગમાં ભારે વરસાદી માહોલ બાદ કરજણ નદીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે.
કરજણ ડેમની જળસપાટી હાલ ૧૦૮.૭૯ મીટર ઉપર પહોંચી ગઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાલ કરજણ ડેમમાં હાલ ૧,૦૨,૮૪૯ ક્્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જેથી કરજણ ડેમના બે દરવાજા ૧.૫ મીટર ખોલવામાં આવ્યા છે અને દરવાજામાંથી ૧૦,૪૮૪ ક્્યૂસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્ય્šં છે.
જેને પગલે કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા તંત્રએ સૂચના આપી છે. આજે કરજણ ડેમના બે દરવાજા ખોલીને ૫ હજાર ક્્યૂસેકથી ૨૦ હજાર ક્્યૂસેક જેટલુ પાણી કરજણ નદીમાં છોડવામાં આવશે. કરજણ ડેમનું પાણી નીચાણવાસમાં આવતા ગામો રાજપીપળા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાછાથી પસાર થઇ નર્મદા નદીમાં જશે.

Follow Me:

Related Posts