fbpx
ગુજરાત

સુરતમાં અનરાધાર વરસાદઃ ૪ ઈંચ વરસાદથી ઘરોમાં ભરાયા પાણી

છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ ઈંચ વરસાદ ખાબક્્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના પરવત પાટીયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓના ઘરોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. જેને પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં ૩૫ વૃક્ષો ધરાશાયી થતા ફાયર વિભાગ દ્વારા રોડ પરથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાડીઓના લેવલ પણ ઉંચા આવી ગયા છે. જેને કારણે ખાડી પૂરનું સંકટ ઉભું થયું છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં સુરત સિટીમાં ૪ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તાર પરવત પાટીયાની માધવબાગ, મોડેલ ટાઉન, વીરદર્શન સોસાયટીઓના ઘરોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે.
જેથી લોકોએ ઘરમાં ટેબલો મૂકી સામાન તેના ઉપર મૂકી દીધો છે. પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જ્યારે પાલિકા દ્વારા પાણીના ઝડપથી નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. માધવ બાગ સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન રાત્રે ધોધમાર વરસાદ વરસતા સોસાયટીઓમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું હતું. જાેત જાેતામાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. જેથી રહિશોએ તાત્કાલિક ટેબલો અને અન્ય વ્યવસ્થા કરી ઘરના સામાનને તેના પર મૂકી દીધા હતા. ત્યારબાદ મોટા ભાગના લોકો પહેલા માળે જતા રહ્યા છે. પાલિકાને જાણ થતા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.
જેને પગલે શહેરના અલગ અલગ વિસ્તારમાં ૩૫ જેટલા વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા છે. રાંદેર, ખટોદરા અને ઘોડદોડ રોડ પર તોતિંગ ઝાડ ધરાશાયી થયા છે. વૃક્ષો રોડ પર ધરાશાયી થતા એક બાજુનો રસ્તો બ્લોક થઈ ગયા હતા. જેથી વાહન ચાલકોને ભારે હલાકી ભોગવી હતી. જાેકે, ફાયર વિભાગા દ્વારા વૃક્ષોને રોડ પરથી ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે ફાયર વિભાગને શોર્ટ સર્કિટના ૪ બનાવની પણ જાણ થી હતી. આજે સવારે સોની ફળિયામાં એક ૮૦ વર્ષ જુના ગ્રાઉન્ડ ફ્લોર સાથે બે માળના મકાનનો આગળનો ભાગ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી. જાેકે, મકાન બંધ હતું અને કોઈ જાનહાનિ કે ઇજા નોંધાય નથી.
છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા અવિરત વરસાદના કારણે સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના ખાડી નજીક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની દયનીય સ્થિતિ બની ગઈ છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીને વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે. સુરત જિલ્લા કલેકટર ધવલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ત્વરિત સુરક્ષિત સ્થાને પહોંચાડવા આદેશ કર્યા છે. ઉકાઈ અને આંબલી ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા અસરગ્રસ્ત ગ્રામજનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા મુખ્યપ્રધાને સૂચના આપી છે. સાથે ઉકાઈ અને આંબલી ડેમમાંથી ધીમે ધીમે પાણી છોડવા સિંચાઈ વિભાગને સૂચના અપાઈ છે.

Follow Me:

Related Posts