fbpx
ગુજરાત

ચીફ સેક્રેટર અનિલ મુકીમને છ મહિના એક્સટેન્શન અપાય તેવી સંભાવના

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને ૬ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવી તેવી શક્્યતાઓ છે. કોરોના સંક્રમણના પગલે રાજ્ય સરકાર હાલના મુખ્ય સચિવનનો કાર્યકાળ લંબાવવા માગે છે. મુખ્ય સચિવ અનિલ મુકીમને છ મહિનાનું એક્સટેન્શન મળે તે લગભગ નક્કી છે. સરકારે મુકીમને એક્સટેન્શન આપવા માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી છે. હવે કેન્દ્ર સરકાર મહોર મારે એટલે રાજ્ય સરકાર સત્તાવાર રીતે જાહેર કરશે.
મુકીમ આ મહિનાના અંતે વયનિવૃત્ત થઇ રહ્યા છે. ૧૯૮૫ બેચના આઇએએસ અધિકારી મુકીમ આઠ મહિનાથી વધુ સમયથી મુખ્ય સચિવ પદે છે અને સરકારમાં તેમના મિતભાષી સ્વભાવને કારણે બધાંની સાથે ફાવી ગયું છે. જાે ચૂંટણી પંચ સમયમર્યાદાની અંદર જ આઠ બેઠકો પરની વિધાનસભા પેટાચૂંટણી અને રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી યોજે તો તેની જવાબદારી મુકીમ પર આવી શકે છે.
ગૃહ સચિવ સંગીતા સિંઘના કામથી ખાસ સંતુષ્ટ નથી તેમાં પણ શ્રેય હોસ્પિટલમાં આગના કિસ્સામાં તેમણે નિવૃત્તિને ધ્યાનમાં રાખીને આપેલો ઢીલો રિપોર્ટ મજબૂત કારણ બન્યો છે. સિંઘ ઓક્ટોબરમાં નિવૃત્ત થઇ રહ્યા છે.તેથી તેઓ મુખ્ય સચિવ બનશે નહીં પરંતુ જાે મુકીમને એક્સટેન્શન ન અપાય તો નવા મુખ્ય સચિવની નિમણૂંક સાથે સંગીતા સિંઘ સુપરસીડ થતા તેમને રાજ્યના નફો કરતા નિગમમાં ચેરમેન તરીકે એક વર્ષની અવધિ માટે નિયુક્તિ આપવી પડે, જાે મુકીમને એક્સટેન્શન મળે તો ઓક્ટોબરમાં સિંઘ નિવૃત્ત થાય.

Follow Me:

Related Posts