fbpx
ગુજરાત

રાજકોટમાં કોરોના બોમ્બઃ ૧૯ના મોત, જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૩ હજારને પાર

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં આજે કોરોનાથી ૧૯ લોકોના મોત થયા છે. જેમાં સિવિલમાં ૧૮ અને ખાનગીમાં ૧નું સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે જ ૩થી ૪ વ્યક્તિઓના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. છેલ્લા ૬ દિવસમાં ૮૯ લોકોના મોત થયા છે. રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩ હજારને પાર પહોંચી ગઈ છે.
સૌરાષ્ટ્રમાં બુધવાર અને ગુરુવારે કોરોનાના કુલ ૨૮૪ કેસ નોંધાયા હતાં. જેમાં જૂનાગઢ જિલ્લામાં ૨૮, ગિર સોમનાથ જિલ્લામાં ૫૪, અમરેલી જિલ્લામાં ૬૫, પોરબંદર જિલ્લામાં ૩ કેસ અને એક મોત થયું હતું.આ ઉપરાંત જામનગર જિલ્લામાં ૯૨ કેસ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬ કેસ સામે આવ્યા છે. બે દિવસમાં બન્ને જિલ્લાના મળીને ૯ દર્દીના મોત થયા છે. મોરબી જિલ્લામાં ૩૬ કેસ નોંધાતા કુલ કેસનો આંક ૫૮૩ પર પહોંચ્યો છે. અને એક દર્દીનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક ૩૭ થયો છે.

Follow Me:

Related Posts