fbpx
ગુજરાત

સાંસદ ડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષ સ્થાને યોજાયો નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 પર વેબીનાર, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રીજનલ આઉટરીચ બ્યુરો,અમદાવાદ દ્વારા આયોજન

સાંસદશ્રીમતિ ડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષ સ્થાને યોજાયો નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 પર વેબીનાર, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રીજનલ આઉટરીચ બ્યુરો,અમદાવાદ દ્વારા આયોજન
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગૂજરાત પ્રદેશના રીજનલ આઉટરીચ બ્યુરો, અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર ઝોન કચેરી ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ2020 વિષય પર આજ રોજ તા.૧૭/૦૮/૨૦ ના વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. વેબીનારમાં અતિથી વિશેષ તેમજ વક્તા વિશેષ તરીકે ભાવનગર અને બોટાદ લોકસભાક્ષેત્રના સાંસદશ્રી ડૉ.ભારતીબેન શિયાળની ઉપસ્થિતિ રહી. વક્તા વિશેષ તરીકે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા એડીજી ડૉ.ધીરજ કાકડીયા, રીજનલ આઉટરીચ બ્યુરો,અમદાવાદના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલ, વરિષ્ઠ પત્રકાર અને પ્રસિધ્ધ કટાર લેખક  ભવેન કચ્છી તેમજ ડીપાર્ટમેન્ટ ઓફ જર્નાલીઝમ અને માસકમ્યુનીકેશન,સુરતનાં પ્રોફેસર ડૉ.કિરણબેન મિત્તલ રહ્યાં હતાં.
ગાંધીજીની નઇ તાલીમ શિક્ષણ પધ્ધતિ અને બુનયાદી શિક્ષણ પધ્ધતિને યાદ કરતાં સાંસદશ્રી ડૉ.ભારતીબેન શિયાળે નવી શિક્ષા નિતિને સર્વગ્રાહી અને સર્વસમાવેશક શિક્ષણ નિતિ ગણાવી હતી. શિક્ષણમાં બંધન ન હોવું જોઇએ એ તો મુક્તપણે થતી કેળવણી હોવી જોઇએ તેવું જણાવતાં સાંસદએ જણાવ્યું કે ભારતના ગૌરવવંતા ભવ્ય સાંસ્કૃતિક વારસાને સાથે લઇ જીવનમૂલ્યોના સિંચન સાથેની આ નવી શિક્ષાનિતિ રાષ્ટ્રના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે તેવા આદર્શ નાગરિકોને તૈયાર કરવાનું પણ કાર્ય કરશે. વધુંમાં તેમણે જણાવ્યું કે આ નવી નતિની અનેક બાબતોને વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષણવીદો પાસેથી પણ ઘણી સરાહના પ્રાપ્ત થઇ રહી છે. જે ખૂબ આનંદની વાત છે.
વેબીનારના અન્ય વક્તાઓએ નવી શિક્ષાનિતી પર પોતાના વિચારો પ્રગટ કરવાની સાથે વેબીનારમાં જોડાયેલા લોકોને આ નવી નિતિ વિશે જાણકારી સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી નું ડીપાર્ટમેન્ટ ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કમ્યુનિકેશન વેબીનારનું સહ આયોજક રહ્યું હતું. ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના સૌરાષ્ટ્ર ઝોનલ અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ વેબીનારનું સંચાલન કર્યું હતું.વેબીનારના અંતિમ તબક્કામાં પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. વેબીનારમાં ભાગ લીધેલ સહભાગીઓએ રજૂ કરેલ પ્રશ્નોનો વિશેષજ્ઞોએ સંતોષકારક જવાબ આપી તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિશેષજ્ઞો દ્વારા ઉંડાણપૂર્વક વિષયવસ્તુની છણાવટ સાથે આપેલ માર્ગદર્શન અને પત્રકારત્વના વિદ્યાર્થીઓના રસપૂર્વક ભાગ લેવાથી આ વેબીનાર સફળ રહ્યો હતો.લોકપ્રિય સાંસદ ડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષ સ્થાને યોજાયો નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 પર વેબીનાર , કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રીજનલ આઉટરીચ બ્યુરો , અમદાવાદ દ્વારા આયોજન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશના રીજનલ આઉટરીચ બ્યુરો , અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર ઝોન કચેરી ફિલ્ડ આઉટરીચ બ્યુરો , જુનાગઢ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું . વેબીનારમાં અતિથી વિશેષ તેમજ વક્તા વિશેષ તરીકે ભાવનગર અને બોટાદ લોકસભાક્ષેત્રના સાંસદ શ્રીમતિ ડૉ.ભારતીબેન શિયાળની ઉપસ્થિતિ રહી . વક્તા વિશેષ તરીકે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા એડીજી ડૉ.ધીરજ કાકડીયા , રીજનલ આઉટરીચ બ્યુરો , અમદાવાદના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલ , વરિષ્ઠ પત્રકાર અને પ્રસિધ્ધ કટાર લેખક શ્રી ભવેન કચ્છી તેમજ ડીપાર્ટમેન્ટ ઓફ જર્નાલીઝમ અને માસકમ્યુનીકેશન , સુરતનાં પ્રોફેસર ડૉ.કિરણબેન મિત્તલ રહ્યાં હતાં . ગાંધીજીની નઇ તાલીમ શિક્ષણ પધ્ધતિ અને બુનિયાદી શિક્ષણ પધ્ધતિને યાદ કરતાં સાંસદશ્રી ડૉ.ભારતીબેન શિયાળ નવી શિક્ષા નિતિને સર્વગ્રાહી અને સર્વસમાવેશક શિક્ષણ નિતિ ગણાવી હતી . શિક્ષણમાં બંધન ન હોવું જોઇએ એ તો મુક્તપણે થતી કેળવણી હોવી જોઇએ તેવું જણાવતાં સાંસદએ જણાવ્યું કે ભારતના ગૌરવવંતા ભવ્ય સાંસ્કૃતિક વારસાને સાથે લઇ જીવનમૂલ્યોના સિંચન સાથેની આ નવી શિક્ષાનિતિ રાષ્ટ્રના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે તેવા આદર્શ નાગરિકોને તૈયાર કરવાનું પણ કાર્ય કરશે . વધુમાં તેમણે જણાવ્યું કે આ નવી નતિની અનેક બાબતોને વિદ્યાર્થીઓ , વાલીઓ તેમજ શિક્ષણવીદો પાસેથી પણ ઘણી સરાહના પ્રાપ્ત થઇ રહી છે . જે ખૂબ આનંદની વાત છે . વેળીનારના અન્ય વક્તાઓએ નવી શિક્ષાનિતી પર પોતાના વિચારો પ્રગટ કરવાની સાથે વેબીનારમાં જોડાયેલા લોકોને આ નવી નિતિ વિશે જાણકારી સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું . વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી નું ડીપાર્ટમેન્ટ ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કમ્યુનિકેશન વેબીનારનું સહ આયોજક રહ્યું હતું . ફિલ્ડ આઉટરીચ બ્યુરો , જુનાગઢના સૌરાષ્ટ્ર ઝોનલ અધિકારી  દેવેન્દ્ર ત્રિવેદીએ વેબીનારનું સંચાલન કર્યું હતું.વેબીનારના અંતિમ તબક્કામાં પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી . વેલીનારમાં ભાગ લીધેલ સહભાગીઓએ રજૂ કરેલ પ્રશ્નોનો વિશેષજ્ઞોએ સંતોષકારક જવાબ આપી તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું . વિશેષજ્ઞો દ્વારા ઉંડાણપૂર્વક વિષયવસ્તુની છણાવટ સાથે આપેલ માર્ગદર્શન અને પત્રકારત્વના વિદ્યાર્થીઓના રસપૂર્વક ભાગ લેવાથી આ વેળીનાર સફળ રહ્યો હતો.તેમ સાંસદની ઓફીસ દ્વારા જણાવ્યું છે .

Follow Me:

Related Posts