fbpx
ગુજરાત

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૫૧ ડેમો સંપૂર્ણપણે ભરાયા

રાજ્યભરમાં મેઘ મહેર છે. ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મેઘરાજા મન મૂકીનેવરસી રહ્યાં છે. ભારે વરસાદને પગલે ડેમોમાં પાણીની આવક થઇ છે જેના કારણે એવી સ્થિતી થઇ છેકે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૫૧ ડેમો સંપૂર્ણપણે ભરાયા છે. આ તરફ, બનાસકાંઠામાં પરિસ્થિતિ કઇંક વિકટ છે.વરસાદના અભાવે આ જિલ્લાના ડેમોમાં માત્ર ૪.૪૩ ટકા જ પાણી છે એટલે ડેમોના હજુય તળિયા દેખાઇ રહ્યાં છે. રાજ્યમાં ભારે વરસાદ વરસતાં અત્યારે ૯૪ ડેમો હાઇએલર્ટ પર મૂકાયાં છે. ગુજરાતમાં આ વખતે બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મેઘરાજાની ધમાકેધાર એન્ટ્રી રહી છે.હજુ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર રહી નથી. પણ હવામાન વિભાગની આગાહી છેકે, આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં ય મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.
ત્યારે આ તરફ, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્‌માં કુલ ૧૪૦ ડેમો પૈકી ૪૬ ડેમો છલોછલ ભરાયાં છે. અત્યારે રાજ્યમાં સૌરાષ્ટ્રના ડેમોમાં સૌથી વધુ ૮૦.૫૨ ટકા પાણીનો જથ્થો ઉપલબદ્ધ છે. જયારે દક્ષિણ ગુજરાતમાં ૧૩ ડેમો પૈકી ૫ ડેમો ભરાઇ ગયાં છે.દક્ષિણ ગુજરાતના ડેમોમાં કુલ ૭૪.૪૨ ટકા પાણી છે.મધ્ય ગુજરાતમાં ૧૭ ડેમો પૈકી ૧ ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. આ બધાય ડેમોમાં અત્યારે ૪૧.૯૧ ટકા પાણી સંગ્રહ થયુ છે.ઉત્તર ગુજરાતમાં ૧૫ ડેમોની ડેમોની એવી સિૃથતી છેકે , માત્ર ૨૮.૨૨ ટકા જ પાણી છે.
તેમાં ય બનાસકાંઠાના ડેમોમાં તો માત્રને માત્ર ૪.૪૩ ટકા જ પાણી બચ્યુ છે. પાણીની આ સિૃથતીને જાેતાં ઉત્તર ગુજરાતવાસીઓ મેઘરાજા મન મૂકીને વરસે તેવી કાગડોળે રાહ જાેઇને બેઠા છે. રાજ્યમાં અત્યારે વરસી રહેલાં ભારે વરસાદને કારણે ૧૦ ડેમો એલર્ટ પર છે જયારે અન્ય ૧૪ ડેમો વોર્નિગ પર મૂકાયાંછે. ૮૭ ડેમો એવા છે જેમાં ૭૦ ટકાથી ઓછુ પાણી છે. રાજ્યના કુલ ૨૦૬ ડેમોમાં અત્યારે કુલ મળીને ૬૦.૪૨ ટકા પાણીનો જથૃથો સંગ્રહાયેલો છે. નર્મદા ડેમમાં ય ૫૪.૦૬ ટકા પાણી ઉપલબૃધ છે. મેઘરાજાની મહેરને જાેતાં આ વખતે ય ગુજરાતમાં પાણીની કમી નહી થાય.આવનારા દિવસમાં વરસાદી પાણીને કારણે ડેમોની આવકમાં હજુ વધારો થવાની શકયતા છે.

Follow Me:

Related Posts