fbpx
ગુજરાત

આજથી ત્રણ દિવસના પ્રવાસે પર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સી.આર.પાટીલ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરી સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કરશે. ૧૯, ૨૦ અને ૨૧ ઓગસ્ટના રોજ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થાનોની મુલાકાત લેશે. સાથે જ સૌરાષ્ટ્રના સહકારી આગેવાનો, સમાજના આગેવાનો અને સૌરાષ્ટ્રના નેતાઓ સાથે પણ બેઠક કરશે. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા માત્ર યાત્રા નહિ, પરંતુ આવતા દિવસોમાં થનાર ચૂંટણીઓ માટે મહત્વ પૂર્ણ સાબિત થશે. અગાઉ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે યાત્રાઓ યોજતા તે સ્ટાઇલથી આ પ્રવાસ યોજાશે. જે ભાજપમાં નવો ચીલો ચાતરનારી બાબત બની રહેશે. ત્યારે પાટીલની આ સ્ટ્રેટેજી ભાજપને ફાયદો કરાવી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રમાં ભાજપને મજબૂત બનાવી શકે છે. સી.આર.પાટીલને આવકારવા સ્વાગત માટે ઠેર ઠેર ભાજપના ફ્લેગ લગાવવામાં આવ્યા છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવતીકાલથી સૌરાષ્ટ્ર પ્રવાસ કરવાના છે. સીઆર પાટીલના પ્રથમ સૌરાષ્ટ્ર પ્રવાસ માટે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો છે. ૧૯ ઓગસ્ટથી આ પ્રવાસનો પ્રારંભ થશે. જેનુ શિડ્યુલ આ મુજબ છે. સવારે ૯ વાગે સોમનાથ દાદા ના દર્શન કરશે. ત્યાર બાદ સાગરદર્શન કરશે. તેના બાદ પાર્ટી બેઠકમાં ભાગ લેશે. બપોરે ૨ વાગે જુનાગઢ જવા રવાના થશે. જૂનાગઢ મહાનગર પાલિકામાં બેઠક કરશે. સવારે જૂનાગઢ જિલ્લામાં બેઠક કરશે. તેના બાદ જેતપુર પ્રવાસ કરશે. અહી તેઓ ખોડલધામ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે. સાંજે હોલમાં તેઓનો સ્વાગત કાર્યક્રમ આયોજિત કરાયો છે. જેના બાદ રાજકોટ જિલ્લાની બેઠક થશે. તો સાથે જ ચોટીલાની પણ બેઠક થશે. આ ઉપરાંત ઝાંઝરખા મંદિર દર્શન બાદ દલિત સમાજના આગેવાનો સાથે બેઠક થશે. સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ભાજપ પ્રમુખ સીઆર પાટીલની નવી રણનીતિ પર કામ કરતા જાેવા મળશે. કાર્યકરોના પ્રશ્નો-સમસ્યા ઉકેલવા માટે તેઓએ નવી રણનીતિ બનાવી છે. સાથે જ સૌરાષ્ટ્રના કાર્યકરોની નારાજગી દૂર કરવા માટે મોટો ર્નિણય લેશે.

Follow Me:

Related Posts