fbpx
ગુજરાત

કોરોના અને તઘલખી જમાતને લઇ ધાનાણીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન

હાલ ગુજરાતમાં કોરોનાનો કહેર જાેવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ એક ટિ્‌વટ કર્યું હતું જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ  છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પરેશ ધાનાણી ટિ્‌વટ કરીને લખ્યું હતું કે,
પરેશ ધાનાણીએ કોરોનાના કહેરનો જવાબદાર કોણ? વિદેશી વાયરસને ‘નમસ્ત’ કહેવા માટે નિમંત્રણ આપનારી ‘તઘલખી’ સરકાર. આ ઉપરાંત વધુમાં ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, હવે ‘તબલિકી જમાત’ની વિરૂદ્ધ જાહેર કરવામાં આવેલ ‘લુક આઉટ’ નોટિસ પરત કેમ ખેંચી રહી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું હતું કે, તબલિગી જમાતની ગતિવિધિઓ સાથે જાેડાયેલા વિદેશીઓની વિરૂદ્ધ જાહેર કરવામાં આવેલ લુક આઉટ નોટિસ પરત ખેંચી લેવામાં આવી છે. ૩૫ દેશોના નાગરિકોને બ્લેક લિસ્ટ કરવાને લઈ સરકારના આદેશને આ વિદેશીઓને સુપ્રિમ કોર્ટમાં ચેતવણી આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts