fbpx
ગુજરાત

સુરતે સર્વેમાં ૫૫૧૯.૫૯ માર્ક મેળવ્યા બે વર્ષથી ૧૪મા ક્રમે સરકતુ સુરત બીજા સ્થાને પહોંચ્યુ

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦નું પરિણામ જાહેર થયુ છે. જેમાં સુરતે દેશભરમાં બીજાે ક્રમ મેળવ્યો છે. છેલ્લા બે વર્ષથી ૧૪માં ક્રમે ફેંકાતા સુરત શહેરના રેન્કીંગ સારું એવું સુધર્યું છે. શહેરનો બીજાે ક્રમ આવતાં મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ શહેરીજનો અને સફાઈકર્મીઓ સહિત તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં છે. મેયર ડો. જગદીશ પટેલે પણ સહિયારા પ્રયત્નોનું પરિણામ ગણાવ્યું છે.
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ના પરિણામમાં ઈન્દૌર ફરી પ્રથમ ક્રમે  છે. કુલ ૬૦૦૦ માર્કસમાંથી ઈન્દૌરને ૫૬૪૭.૫૬ માર્કસ મળ્યા છે. જ્યારે સુરત ૫૫૧૯.૫૯ માર્કસ સાથે દેશભરમાં બીજા ક્રમે  છે.સુરતને આ માર્કસમાં સર્ટિફિકેશન, સર્વિસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, સિટીઝન ફિડબેકના આધારે આપવામાં આવ્યાં છે.
મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ સુરતનો ચાર્જ સંભાળતાની સાથે જ સુરત શહેરને સ્વચ્છતામાં ટોપ પર લઇ જવા દ્રઢ નિશ્ચય કર્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણના તમામ પાસા ઉપર અવ્વલ આવવા માટે એડીચોટીનું જાેર લગાવી દીધું હતું. પાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણની કરેલી કામગીરીને જાેતાં કુલ ૬૦૦૦ માર્કસમાંથી ૫૨૦૦ માર્કસ આવે એવી ગણતરી હતી. જેઅત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરને ફાઇવસ્ટાર સિટીનો એવોર્ડ મળ્યો છે. ઓડીએફ ડબલ પ્લસનું સર્ટીફિકેટ પણ મળ્યું છે.
સુરતઃ સ્વચછતા સર્વેક્ષણ ૨૦૨૦ અંતર્ગત જાન્યુઆરી મહિનામાં પ્રથમ અને બીજા ત્રિ-માસિક સરવેના આંકડા જાહેર કર્યા હતા. જેમાં સુરતને પ્રથમ ત્રિ-માસિક સર્વેમાં ત્રીજાે અને બીજા ત્રિ-માસિક સર્વેમાં ૨૦મો ક્રમ મળ્યો હતો.

Follow Me:

Related Posts