fbpx
ગુજરાત

૫૮ કરોડના ખર્ચે બનાવેલ ઓઢવ બ્રિજ એક જ વરસાદમાં ધોવાઇ ગયો

અમદાવાદ સહિત આખા રાજ્યભરમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે શહેરના રોડ રસ્તાઓ અને બ્રિજ ધોવાઈ ગયા છે. ત્યારે હાલ અમદાવાદમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ઓઢવમાં બનાવેલા એક વર્ષ જૂનો બ્રિજ વરસાદમાં ધોવાઈ ગયો છે. આ બ્રિજ પર બનાવેલા રોડમાં કાંકરી અને કપચીઓ બહાર નીકળી ગઈ છે, ત્યારે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
લાખો-કરોડો રૂપિયાનો ટેક્ષ આપતા નાગરિકોને આવી મુશ્કેલીઓ કેટલી યોગ્ય છે, તેવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉદ્દભવી રહ્યા છે. રાજ્ય સરકારે આ બ્રિજ બનાવવા માટે ૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ એક વર્ષમાં વરસાદી પાણીના કારણે તેની બિસ્માર હાલ થઈ ગઈ છે, જેના કારણે લોકોને લાગી  છે કે ૫૮ કરોડના ખર્ચ પર પાણી ફરી વળ્યાં છે. ભ્રષ્ટાચારની જડમાં આ બ્રિજમાં હલકી કક્ષાની વસ્તુઓ વાપરવામાં આવી હોવાનું ચર્ચાઈ  છે.
હાલ અમદાવાદના રસ્તાઓ શોધવા પડી રહ્યા છે. રસ્તાઓ એટલા ખરાબ છે કે જાણે વિકાસ ઉંધી દિશામાં થઇ રહ્યો છે. અમદાવાદના ઓઢવમાં ટ્રાફિક સમસ્યાઓ ખુબ જ હતી. જેને લઈને એક બ્રિજ બનાવવામાં આવ્યો અને જેનું ઉદ્ઘાટન પણ કરવાંમાં આવ્યું. સરકારે ફાળવેલ ૫૮ કરોડનો ખર્ચે બનાવેલા આ બ્રિજ પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા લોકો રોષે ભરાયા છે. બાદમાં સમારકામમાં લખો રૂપિયા બગાડવામાં આવી રહ્યા છે. બીજાે વરસાદ શરુ થયો અને ફરીવાર રોડ ધોવાયો અને ફરી એકવાર લોકોને સમસ્યાઓ પડી રહી છે.

Follow Me:

Related Posts