fbpx
ગુજરાત

ઉકાઇ ડેમમાંથી ૧.૬૬ લાખ ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અવિરત સવારી યથાવત રહી છે. દક્ષિણ ગુજરાતના ૩૨ તાલુકાઓમાં એકંદરે એક ઈંચથી લઈને ૪ ઈંચ સુધી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નદી નાળા છલોછલ વહી રહ્યાં છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓ પણ બે કાંઠે વહી રહી છે. ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાંથી તંત્ર દ્વારા ૧લાખ ૯૦હજાર ક્્યુસેક પાણી છોડવાની મંજૂરી આપવામાં આવી છે. જેની સામે અત્યારે ૧ લાખ ૬૬ હજાર ૭૪૫ ક્્યુસેક પાણી છોડવામાં આવી  છે. શહેર સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્્યતા હોવાથી લોકોને તકેદારી રાખવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.
ઉકાઈ ડેમની ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ડેમમાં પાણીની આવક ૧ લાખ ૨૩ હજાર ૪૮૫ ક્્યુસેક છે. ઉકાઈનું રૂલ લેવલ ૩૩૫ ફૂટ છે. જેથી આ સપાટી જાળવી રાખવા ડેમમાંથી હાલ આવક સામે જાવક ૧ લાખ ૬૬ હજાર ૭૪૫ ક્્યુસેક કરવામાં આવી છે. જેથી ઉકાઈની સપાટી ૩૩૩.૯૨ થઈ છે.
ફ્લડ સેલ દ્વારા ઉકાઈ ડેમમાં પાણીની આવકને જાેતા ૧ લાખ ૯૦ હજાર ક્્યુસેક પાણી છોડવા માટે મંજૂરી આપવામાં આવી છે. ઉકાઈમાં પાણીની આવક વધે તો ૧ લાખ ૯૦ હજાર ક્્યુસેક સુધી પાણી છોડવામાં આવી શકે છે. ઉકાઈમાંથી આ પાણી હાઈડ્રો, ગેટ ખોલીને અને કેનાલ મારફતે છોડવાની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

Follow Me:

Related Posts