fbpx
ગુજરાત

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસના બીજા દિવસે તેમની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા સંગઠનના પદાધિકારીશ્રીઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથેસંગઠનલક્ષી બેઠક યોજાઈ હતી

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસના બીજા દિવસે તેમની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા સંગઠનના પદાધિકારીશ્રીઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે સંગઠનલક્ષી બેઠક યોજાઈ હતી . ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જૂનાગઢ જિલ્લા કાર્યાલય પહોંચ્યા પૂર્વે રાજ્ય સરકારનાં પૂર્વ આરોગ્ય મંત્રી શ્રીમતી હેમાબેન આચાર્ય સાથે તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના વિવિધ સ્વામિનારાયણ મંદિર તેમજ ગુરુકુળના પૂજ્ય સંતઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા . જૂનાગઢ જિલ્લા સંગઠનની બેઠક બાદ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જુનાગઢ સ્થિત ઐતિહાસિક નરસિંહ મહેતાના ચોરાની મુલાકાત લીધી હતી . જૂનાગઢ જિલ્લા ભાજપા સંગઠનને વધુ મજબૂત કરવા બેઠકમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને આવશ્યક સૂચનો કરી વિવિધ મુદ્દે છણાવટ કરીને વધુમાં વધુ નાગરિકોને ભાજપાની પ્રજાભિમુખ , રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડવા સંગઠનલક્ષી માર્ગદર્શન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સંગઠનની અસરકારક વ્યવસ્થાપન પ્રણાલીથી કોઈપણ ચૂંટણીમાં જીતના માર્જિનમાં મોટા પાયે વધારો થઈ શકે છે . ભાજપાનો પ્રત્યેક કાર્યકર કોઈપણ લક્ષ્ય હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે . – શ્રી સી.આર.પાટીલ આપણે સૌએ સંયુક્ત અને પ્રામાણિક પ્રયાસોથી કાર્ય કરી જૂનાગઢ સહિત રાજયના પ્રત્યેક વિસ્તારમાં , પ્રત્યેક બુથમાં મતદારયાદીના પ્રત્યેક પેજ ઉપર ભાજપાનું પ્રભુત્વ સ્થાપિત કરવાનું છે . – શ્રી સી.આર.પાટીલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા કાર્યરત જનહિતની ૪૦૦ થી વધુ યોજનાઓ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લોકકલ્યાણની અનેકવિધ યોજનાનો લાભ ટેકનોલોજીના ઉપયોગ થકી રાજ્યના તમામ લાભાર્થીઓને અપાવવાની ચિંતા કરી , યોગ્ય કાર્યપધ્ધતિ સાથે કાર્ય કરવા ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાનો આહવાન કરું છું . આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસના બીજા દિવસે તેમની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા સંગઠનના પદાધિકારીશ્રીઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે સંગઠનલક્ષી બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફિયા , રાજ્ય સરકારના મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા , સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા , પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા , ધારાસભ્યઓ , પૂર્વ ધારાસભ્યઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા . ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી . આર . પાટીલનું જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું . ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જૂનાગઢ જિલ્લા કાર્યાલય પહોંચ્યા પૂર્વે રાજ્ય સરકારનાં પૂર્વ આરોગ્ય મંત્રી શ્રીમતી હેમાબેન આચાર્ય સાથે શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા .  સી.આર.પાટીલે સૌરાષ્ટ્ર વિસ્તારના વિવિધ સ્વામિનારાયણ મંદિર તેમજ ગુરુકુળના પૂજ્ય સંતશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી , સૌ પૂજ્ય સંતશ્રીઓએ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલને આશીર્વચન પાઠવ્યા હતા . ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અંતરના આશીર્વાદ આપવા બદલ ધન્યતાની લાગણી સાથે સર્વે સંતશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો . બેઠક બાદ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જુનાગઢ સ્થિત ઐતિહાસિક નરસિંહ મહેતાના ચોરાની મુલાકાત લીધી હતી .ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જૂનાગઢ જિલ્લા ભાજપા સંગઠનને વધુ મજબૂત કરવા બેઠકમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને આવશ્યક સૂચનો કરી વિવિધ મુદ્દે છણાવટ કરીને વધુમાં વધુ નાગરિકોને ભાજપાની પ્રજાભિમુખ , રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડવા સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું હતું . તેમણે જણાવ્યું હતું કે , સંગઠનની અસરકારક વ્યવસ્થાપન પ્રણાલીથી કોઈપણ ચૂંટણીમાં જીતના માર્જિનમાં મોટા પાયે વધારો થઈ શકે છે . ભાજપાનો પ્રત્યેક કાર્યકર કોઈપણ લક્ષ્ય હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે .  સી.આર.પાટીલે જણાવ્યું હતું કે , આપણે સૌએ સંયુક્ત અને પ્રામાણિક પ્રયાસોથી કાર્ય કરી જૂનાગઢ સહિત રાજયના પ્રત્યેક વિસ્તારમાં , પ્રત્યેક બુથમાં મતદારયાદીના પ્રત્યેક પેજ ઉપર ભાજપાનું પ્રભુત્વ સ્થાપિત કરવાનું છે . પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા આજે જનહિતની ૪૦૦ થી વધુ યોજનાઓ કાર્યરત છે , તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લોકકલ્યાણની અનેકવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે . આ પ્રત્યેક યોજનાનો લાભ ટેકનોલોજીના ઉપયોગ થકી રાજ્યના તમામ લાભાર્થીઓને અપાવવાની ચિંતા કરી , યોગ્ય કાર્યપધ્ધતિ સાથે કાર્ય કરવા ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાને આહવાન કરું છું

Follow Me:

Related Posts