fbpx
ગુજરાત

કડીમાં આફ્તનો મેઘોઃ વીજળી પડવાથી ત્રણ ભેંસોના મોત

મહેસાણા જીલ્લાના કડી તાલુકા સહિત આજુબાજુના ગામડાઓમાં સવારેથી જ ગાજવીજ સાથે મેઘરાજાની જાેરદાર એન્ટ્રી કરી હતી. કડી પંથક માં આજે સવારે ગાજવીજ સાથે જાેરદાર વરસાદ પડ્યો હતો. સવાર થી વિજળી ના કાડકા સાથે ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા ત્રણ- ચાર દિવસ થી ધીમીધારે વરસાદ પડતો હતો પરંતુ શુક્રવારે સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડતાં ઠેર-ઠેર રસ્તાઓ પર ઝાડ પડી ગયાં હતાં.
શુકવારે સવારે ગાજવીજ સાથે પડેલા વરસાદમા કડી ના વડું ગામ માટે આફત બની ગયો હતો. વડું ગામે ભારે વરસાદ સાથે વીજળી પડતાં પટેલ મહિન્દ્રભાઈ વાડીલાલ ના ખેતરોમાં બાંધેલી ૩ ભેંસો નાં કરુણ મોત નિપજયા હતાં. હાલ નાં આવા કપરા સંજાેગોમાં ભેંસો નાં મોત થતાં મહિન્દ્રાભાઈ પટેલ પર આભ તુટી પડ્યું હતું.

Follow Me:

Related Posts