fbpx
ગુજરાત

પુત્રવધુ માર મામલોઃ રમણ પટેલ અને તેના દિકરાના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા

પોપ્યૂલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ તેમના પુત્ર મૌનાંગ સામે પોલીસે મારામારી અને ઘરેલુ હિંસાની ફરિયાદમાં હત્યાની કોશિશની કલમ ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. ૧૭ ઓગસ્ટે પુત્રવધૂ ફીઝુએ પોલીસ નિવેદનમાં  હતું કે, દોઢ વર્ષ પહેલા પતિ મૌનાંગે શ્વાસ રૂંધાય ત્યાં સુધી ગળું દબાવી રાખી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. મૌનાંગનું આ કૃત્ય હત્યાની કોશિશની વ્યાખ્યામાં આવતું હોવાથી વસ્ત્રાપુર પોલીસે આ કલમ ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ કરી હત્યાની કોશિષની કલમ ઉમેરી હતી. ત્યાર બાદ ફિઝુના સાસરિયાઓએ ધરપકડથી બચવા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ મામલે કોર્ટે આજે યુવતીના પિતા મુકેશભાઈ અને સાસુ મયુરિકાબહેનને જામીન આપ્યા છે, જ્યારે સસરા રમણ પટેલ અને પતિ મૌનાંગ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે.
હત્યાની કોશિશની કલમમાં ૭ વર્ષ કરતાં વધારે સજા થઇ શકે છે. પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર પરિવાર સામે હત્યાની કોશિશની કલમ ઉમેરી હોવાથી તેમને આગોતરા જામીન મળવા મુશ્કેલ હતા, તેવું કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે.

Follow Me:

Related Posts