fbpx
ગુજરાત

રૂપાણી સરકારની શિપ બ્રિકિંગ યાર્ડને મંજૂરી જામનગરના સચાણામાં બનશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું નવું અલંગ

આજે ગુજરાતના જામનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ જામનગરના સંચાણામાં શિપ બ્રિકિંગ યાર્ડની મંજૂરી આપવામાં આવી છે. જેથી હવે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ બાદ જામનગરમાં મોટું યાર્ડ બનશે. આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ મુજબનું આ યાર્ડ હશે. જેના કારણે આસપાસના લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારીની તકો ઉભી થશે. આજે સીએમ વિજય રૂપાણીએ સૌથી મોટો નિર્ણાયક અભિગમ અપનાવ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યના સીએમ વિજય રૂપાણીએ જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જેથી હવે સૌરાષ્ટ્રમાં વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું બનશે.
રૂપાણીની જાહેરાતથી જામનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ઘારા ધોરણો મુજબનું નવું અલંગ આકાર પામશે. સંચાણાનો શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત થતા જામનગર જિલ્લા અને સચાણા આસપાસના વિસ્તારોમાં હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે. જામનગરના સચાણામાં નવું શિપ બ્રેકિંગ યાર્ડને મંજૂરી મળતા હવે મોટા અને વિશાળ જહાજાે અલંગમાં અને નાના મધ્યમ કદના જહાજાે સચાણામાં આવશે. લાંબા સમયથી નાના અને મધ્યમ કદના જહાજાેના શિપ બ્રેકિંગ માટેનું યોગ્ય સ્થળ સચાણા ફરી ધમધમતું કરવાના સીએમને ર્નિણય ખરેખર આવકાર દાયક છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈએ સચાણાની જમીનની હદ અંગેના વિવાદનો અંત લાવવા ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી હતી.
આ પહેલના ફળદાયી પરિણામરૂપે ૨૦૧૨થી બંધ પડેલું સચાણાનું શિપ બ્રેકિંગ ફરીથી ગતિવિધિ પુનઃ વેગવાન બનશે. વિશ્વના મેરી ટાઇમ અને શિપ બ્રેકિંગ શિપ રીસાયકલિંગ મેપ પર સચાણા પણ સ્થાન પામશે. કોરોના વાયરસની સ્થિતિમાં લોકડાઉનને પરિણામે ઉદ્યોગો ધંધા રોજગાર વ્યવસાયોને આર્થિક વિપરીત અસર પડી છે, તેવા સંજાેગોમાં સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ આનુષાંગિક ઉદ્યોગો વ્યવસાયો દ્વારા રોજગાર અને આર્થિક આધારમાં નવું બળ પુરું પાડશે. મુખ્યમંત્રીના આ દૂરોગામી ર્નિણયથી દેશવિદેશના નાના મધ્યમ કદના જહાજાે સચાણામાં શિપ બ્રેકિંગ રિસાયકલિંગ માટે આવતા થવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારને કસ્ટમ જીએસટી સહિતનું હૂંડિયામણ મળતું થશે. ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની મુખ્યમંત્રીની નેમ સાકાર કરવાની દિશામાં એક નવું સીમા ચિન્હ પ્રસ્થાપિત થશે.

Follow Me:

Related Posts