fbpx
ગુજરાત

કચ્છના નલિયા એરબેઝમાં તેજસની પ્રથમ સ્ક્વોડ્રન બનશે

ગુજરાત માટે આજે એક સૌથી મોટા અને ગર્વ થાય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કચ્છના નલિયા એરબેઝમાં તેજસની પ્રથમ સ્ક્વોડ્રન બનવા જઈ  છે. આ સિવાય રાજસ્થાનના ફલૌદી એરબેઝ પર વિશ્વના સૌથી હળવા ફાઇટર જેટ તેજસને તહેનાત કરાશે. આ બંન્ને સરહદ પાકિસ્તાનથી નજીક આવેલી છે. એક સ્ક્વોડ્રનમાં ઓછામાં ઓછા ૧૮ વિમાન રાખવામાં આવે છે. એરફોર્સ એચએએલ પાસેથી માર્ક – ૧ તેજસ વિમાન ખરીદશે. નલિયા અને જેસલમેરમાં અત્યાર સુધી ૬ થી ૭ તેજસ વિમાનોનુ ટ્રાયલ થઇ ચૂક્્યુ છે. ગુજરાત કચ્છના નલિયા એરબેઝ અને ફલૌદી વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વના એરબેઝ છે.
સૂત્રો પાસેથી જાણવા મળી  છે કચ્છના નલિયામાં તેજસને તહેનાત કરવા માટે લાંબા સમયથી વિચાર વિમર્શ ચાલી રહ્યા હતા. જેનો હવે અંત આવ્યો છે. નલિયા અને જેસલમેરમાં અત્યાર સુધીમાં ૬-૭ તેજસ વિમાનોનું ટ્રાયલ થઈ ચૂક્્યું છે. જૂનમાં ફલૌદી એરબેઝ પર પણ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ૧૫મી ઓગસ્ટની ઉજવણી દરમ્યાન લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ આ અંગે જાહેરાત કરી હતી. કચ્છના નલિયા એરબેઝથી પાકિસ્તાનનું હવાઈ અંતર માત્ર ૪૦થી ૫૦ કિમી છે.
આ સ્થિતિમાં હવાઈ, જમીન અને સમુદ્રી સુરક્ષા માટે આ સ્થળ મહત્ત્વનું છે. નોંધનીય છે કે, તમિલનાડુના સુલૂર એરબેઝમાંથી તેજસ વિમાન અનેકવાર અહીં આવી ચૂક્્યાં છે તથા પશ્ચિમી સરહદે ઉડાન ભરી ચૂક્્યા છે. મિગ શ્રેણીના વિમાનો ફેઝઆઉટ થતા પશ્ચિમી સરહદે સુરક્ષાના કારણોસર સ્વદેશી વિમાનોને તહેનાત કરવામાં આવે છે. મોટાભાગના તેજસ વિમાનો મિગ શ્રેણીના વિમાનોનું સ્થાન લેશે.

Follow Me:

Related Posts