fbpx
ગુજરાત

ગુજરાત યુનિમાં સ્ક્રીન પર પ્રશ્નો ન દેખાતાં એમએસસી ના વિદ્યાર્થીઓ એક્ઝામ ન આપી શક્યાં

ગુજરાત યુનિવર્સિટીની એમએસસી સેમેસ્ટર-૪ની ઓનલાઇન એક્ઝામ ટેક્નિકલ સમસ્યાને લીધે ન આપી શકનારા વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષા લેવાશે તેમ પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. એમએસસી સેમેસ્ટર-૪ કેમિસ્ટ્રીની ઓનલાઇન પરીક્ષા શુક્રવારે સવારે ૧૧ કલાકે શરૂ થઈ હતી. જાેકે આ પરીક્ષા દરમિયાન થોડી વાર પછી સ્ક્રીન પર પ્રશ્નો ન દેખાતા કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ન હતા.
પરીક્ષા વિભાગના વડા કલ્પેન કુમારે હતુ કે,‘૮૦૦થી વધુ વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ ઓનલાઇન એક્ઝામ આપી છે, પરંતુ જે કોઈ વિદ્યાર્થી ટેક્નિકલ કારણસર એક્ઝામ આપી નથી તેવા વિદ્યાર્થીઓની ઈ-મેઇલના માધ્યમથી રજૂઆત બાદ પરીક્ષા આપવા દેવાશે. સાથે જ એમએસસી સેમેસ્ટર-૪ કેમિસ્ટ્રીની ઓનલાઇન એક્ઝામ સ્થગિત કરાઈ છે. નવી તારીખોની જાહેરાત હવે પછીથી થશે.’

Follow Me:

Related Posts