fbpx
ગુજરાત

યુવતિનું ફેક ફેસબુક આઇ.ડી. બનાવી ફોટાઓ વાયરલ કરનાર આરોપીને શોધી કાઢી ગુન્હાનો પર્દાફાશ કરતી જુનાગઢ જીલ્લા સાયબર ક્રાઇમ સેલ ( એસ.ઓ.જી . )

 નાયબ પોલીસ મહાનિરીક્ષક , જુનાગઢ વિભાગ જુનાગઢ  મનિન્દર પ્રતાપસિહ પવાર તથા પોલીસ અધિક્ષક  રવિ તેજા વાસમશેટ્ટી ની સુચના મુજબ જૂનાગઢ જિલ્લામાં સોશિયલ મીડિયાને લગતા બનાવો બનેલ હોય જે બનાવને શોધી કાઢવા ખાસ સુચના આપવામાં આવેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પો.ઇન્સ . એચ આઇ.ભાટી તથા પો.સબ ઇન્સ . જે.એમ.વાળા તથા ટેકનીકલ સેલને આવા બનાવ શોધી કાઢવા માટે સુચના કરેલ . બનાવની ટૂંક વિગત જે અન્વયે જૂનાગઢમાં રહેતી એક યુવતીએ સાયબર સેલને એક અરજી આપેલ જેમાં પોતાના નામનું કોઇ ઇસમે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી પોતાના તથા કોલેજ મીત્રોના ફોટાઓ ગમે તે રીતે મેળવી પોતાની બદનામી થાય તે હેતુથી ફેક ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કરી વાયરલ કરેલ જે બાબતે તપાસ કરતા સદરહુ બનાવમાં ભોગ બનનાર મહીલા હોય ગંભીરતાને ધ્યાને લઇ સાયબર સેલની ટીમ દ્વારા ફેસબુક પાસેથી આ ફેક ફેસબુક એકાઉન્ટની તમામ માહીતી મેળવી ડેટા એનાલીસીસ કરી આ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનાર આરોપીના મોબાઇલ ફોન નંબર શોધી કાઢેલ અને આરોપી રવિ પરષોતમભાઇ વઘાસીયા રહે.જોષીપરા , જૂનાગઢવાળાએ આ એકાઉન્ટ બનાવેલ હોવાનું જાણવા મળેલ જેથી તેના વિરૂધ્ધ અરજદાર યુવતીએ સી ડીવીઝન પોલીસ સ્ટેશન , જૂનાગઢ ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે . આમ આ મહીલા અરજદારના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવેલ હોય સામાજીક તથા અન્ય બદનામી ની ગંભીરતાને ધ્યાને લઇ સાયબર સેલ દ્વારા બનાવનો પર્દાફાશ કરી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે અને આ કામગીરી એસ.ઓ.જી. પો.ઇન્સ . એચ આઇભાટી તથા પો.સબ ઇન્સ . જે . એમ.વાળા તથા ટેકનીકલ સેલના પો.સબ ઇન્સ . એમ જે.કોડીયાતર તથા પો હેડ કોન્સ . સામતભાઇ બારૈયા તથા દિપકભાઇ જાની તથા પો.કોન્સ . રવિરાજ વલકુભાઇ વાળા તથા શૈલેન્દ્રસીંહ સીસોદીયા નાઓ દ્વારા કરવામાં આવેલ છે .
Follow Me:

Related Posts