fbpx
ગુજરાત

સંસ્કૃતભારતી આયોજિત બાળશિબિર

સંસ્કૃતભારતી , ગુજરાત દ્વારા લોકડાઉનના સમયમાં ઘરે રહેતાં બાળકો ભારતીયસંસ્કૃતિને જાણે  અને સંસ્કૃતભાષા થકી આધુનિકકાળમાં એમનું સંસ્કારસિંચન થાય તથા એમનાં જીવનને યોગ્ય દિશાદર્શન મળી શકે એ હેતુથી તાજેતરમાં એક બાળશિબિરનું આયોજન કરાયું હતું . જેમાં આશરે ૭૦ બાળકો ઓનલાઈન સંસ્કૃત શીખ્યાં.જન્માષ્ટમી પર્વે દરેક છોકરો કૃષ્ણ અને દરેક છોકરી રાધા બની હતી. સ્વાતંત્ર્યપર્વે વિવિધ વેશભૂષા જેમકે પોલીસ, સૈનિક, ભારતમાતા, છત્રપતિ શિવાજી , ચંદ્રશેખર આઝાદ, સ્વામી વિવેકાનંદ, ભગતસિંહ વગેરેથી સજ્જ થઈ સૌ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.  સમાપન કાર્યક્રમમાં સ્વસ્તિ ગાંધી અને શ્રેય પંડ્યા નામના બે બાળકોએ જ સંસ્કૃતમાં કાર્યક્રમનું સંચાલન કર્યું . વિશિષ્ટતામાં શ્લોક અંતાક્ષરી અને શ્રી કૃષ્ણ-અર્જુન સંવાદ ધ્યાનાકર્ષક રહ્યાં. તે સાથે અભિનય, ગીત, નૃત્ય, એકપાત્રીય અભિનય, હાસ્યકણિકા, કથા આદિ બધું જ સંસ્કૃતમાં  રજૂ થયું.
આ બધાનો સંપૂર્ણ શ્રેય બાળકોને તા.૯ થી ૧૮ ઓગષ્ટ એમ ૧૦ દિવસ સુધી રોજ એક કલાક માતૃવત્સલભાવે શીખવનાર બિંદુ પંડ્યા અને પૂજા ઝાલાને ફાળે જાય છે.
સંસ્કૃતભારતી,અખિલભારતીય બાળકેન્દ્રસંયોજક  ડૉ. ઉપદ્રષ્ટા વેંકટરમણમૂર્તિએ બાળકોને કુમળી વયે જ સંસ્કાર સિંચન કરવાથી થતા લાભ બતાવી પ્રોત્સાહક વાતો કરી હતી,સાથે સંસ્થાના વિશ્વસ્ત શાંતિભાઈ પટેલે દ્રષ્ટાંતો દ્વારા વાતવાતમાં જ્ઞાન પીરસ્યું હતું.
Follow Me:

Related Posts