fbpx
ગુજરાત

રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોની ફી મુદ્દે યોગ્ય દિશા-નિર્દેશો માટે ગુજરાત હાઇકોર્ટમાં કરી પિટિશન

રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોની ફી મુદ્દે યોગ્ય દિશા-નિર્દેશો આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી છે અને અરજન્ટ સુનાવણીની માગણી કરી છે. રાજ્ય સરકારની રજૂઆત છે કે ખાનગી સ્કૂલોના સંચાલો સાથે સરકારે બે વખત બેઠક કરી છે પરંતુ તેઓ ફીમાં ઓછામાં ઓછી ૨૫ ટકા રાહત આપવા પણ તૈયાર નથી અને ફીનો મુદ્દો અનિર્ણાયક રહ્યો છે. તેથી હાઇકોર્ટ આ અંગે યોગ્ય આદેશો આપે તે જરૂરી છે. કોર્ટ આગામી દિવસોમાં આ અંગે સુનાવણી હાથ ધરે તેવી શક્્યતા છે. અગાઉ સરકારના ફી ન વસૂલવાના આદેશ સામે ખાનગી શાળાઓએ કરેલી પિટિશનમાં હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે સરકાર અને ખાનગી શાળાઓ સાથે બેસીનો કોઇ વચ્ચેનો માર્ગ કાઢે.
કોરોનાકાળના લીધે મોટાંભાગના વાલીઓ અત્યારે આર્થિક મુશ્કેલીમાં છે. તેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય-વાલીઓનું હિત સચવાય તેમજ ખાનગી શાળાઓને પણ તેના નિર્વાહ માટે જરૂર રકમ મળી રહે તે રીતે સરકાર અને શાળાઓ કોઇ ર્નિણય કરે તે જરૂરી છે. આ આદેશ બાદ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં આજે નવી પિટિશન કરી છે કે હાઇકોર્ટના આદેશને અનુસંધાને ૧૭મી ઓગસ્ટના રોજ ગાંધીનગર સ્થિત જી.સી.ઇ.આર.ટી. સંકુલમાં શિક્ષણપ્રધાનના વડપણ હેઠળ એક બેઠક યોજવામા આવી હતી અને ખાનગી સ્કૂલોના એસોસિએશનના પ્રતિનિધિઓ તેમાં હાજર રહ્યા હતા. શિક્ષણપ્રધાને સંચલાકનો વિનંતી કરી હતી કે સ્કૂલ ફીમાં ઓછામાં ઓછી ૨૫ ટકાની રાહત આપવામાં આવે.
વિદ્યાર્થીઓ-વાલીઓનું હિત તેમજ સ્કૂલોને પડતી મુશ્કેલીઓનું વિશ્લેષણ કરી ખાનગી શાળાઓને આ વિનંતી કરવામાં આવી હતી. સ્કૂલોએ આ વિનંતી નકારી હતી. તેથી વીસમી ઓગસ્ટના રોજ ફરી શિક્ષણ પ્રધાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંચાલકો સાથે બેઠક કરી હતી. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ફી ઘટાડા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ આ બેઠક પણ અનિર્ણાયક રહી હતી. ખાનગી સ્કૂલો એવી રજૂઆત કરી હતી હતી કે તેમને વ્યક્તિગત રીતે લાગશે કે કોઇ વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો તેમની ફી માફ કરી આપવામાં આવશે. સરકારની માગણી છે કે હાઇકોર્ટ સ્કૂલ ફીના નિર્ધારણ મુદ્દે યોગ્ય આદેશો આપે.

Follow Me:

Related Posts