fbpx
ગુજરાત

રાજકોટમાં કોરોનાના નવા ૧૫૧ કેસ, ૨૪ કલાકમાં ૧૨ દર્દીના મોત થતા ગભરાટ

રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસ ફરી ૧૫૧ નોંધાયા છે. જ્યારે તા.૨ સવારે ૮ વાગ્યાની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં ૧૨નાં મોત થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમજ ખાનગી હોસ્પિટલમા જાણે દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોય તેવું દ્દષ્ય જાેવા મળી છે પણ હોમ આઈસોલેશનમાં સંખ્યા વધી છે. રાજકોટ મનપાના જાહેર કરેલા આંક મુજબ અત્યાર સુધીમાં પોઝિટિવ જેટલા પણ દર્દીનાં મોત થયા છે તેમાં ખરેખર કોવિડ કારણભૂત હોય તેવા ૧૦૩ જ મોત થયા છે. જિલ્લામાં તો આ આંક તેના કરતા પણ ઓછો છે.
દરરોજ જે પણ મોત થઈ રહ્યા છે તે આંક ૧૦થી ૨૦ની વચ્ચે હોય છે પણ દરરોજ કોવિડથી મોત હોય તેવી સંખ્યા ૧ જ રહે છે. મોરબી જિલ્લામાં શુક્રવારે વધુ ૨૦ કેસ પોઝિટિવ આવ્યા હતા અને ત્રણ દર્દીના મોત થયા હતા પરંતુ તંત્રએ તેની જાહેરાત કરી નથી. બીજી તરફ જામનગર શહેરમાં ૬૪ અને ગ્રામ્યમાં ૨૧ લોકો સંક્રમિત બન્યા છે અને વધુ ૧૫ દર્દીના મોત થયા છે. જૂનાગઢમાં ૨૭ કેસ, પોરબંદરમાં ૨ અને ગિર સોમનાથમાં ૧૦ કેસ નોંધાયા હતા. કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબદ્ધ કામગીરી થઇ રહી છે.
રાજકોટ શહેરને કોરોના મુકત કરવા માટે મનપા દ્વારા સઘન કામગીરી ઝુંબેશ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા મનપા દ્વારા ઘરે ઘરે જઈને સેવાઓ આપવામાં આવે છે. જેમાં ગઈકાલે ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૪૧૨૫૯ ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી ૨૮ વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જાેવા મળ્યા હતા અને તેમને સારવાર પણ આપવામાં આવી હતી.મનપા દ્વારા ૫૦ ધન્વંતરી રથ કાર્યરત છે, જેમાં ગઈકાલે સરેરાશ ૨૨૯ની ઓ.પી.ડી. સહિત ૧૧૪૨૬ વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૫૩૭ વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાઈ છે.

Follow Me:

Related Posts