fbpx
ગુજરાત

મહિસાગરમાં વધુ એક દુષ્કર્મનો કેસ આવ્યો સામે, કાકીનું સંડોવણી ખુલી

રાજ્યમાં મહિલાઓ હવે સુરક્ષિત જણાતી નથી, એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ હાલ સામે આવી રહી છે. મહિસાગર જિલ્લામાં વધુ એક દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં એક સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરાયું છે. યુવકે અપહરણ કરીને સગીરાને ભૂજ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરાયું છે. સગીરાના અપહરણમાં તેની કાકીની મદદગીરી હોવાનું ખુલ્યું છે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો નોંધી દાખલ કરાયો છે. સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં બીજી એક અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ સગીરા યુવતીના ખેતમજુર પિતાએ આપી હતી.
સંતરામપુર પોલીસે દુષ્કર્મી તેમજ મદદગારી કરનાર કાકી વિરુદ્ધ માં અપહરણ દુષ્કર્મ મુજબ તેમજ પોસ્કો મુજબ ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે. સંતરામપુર પોલીસ સ્ટેશન હદના એક ગામની ૧૪ વર્ષથી નાની સગીર યુવતિ પોતાના ખેત મજૂર પરિવાર પિતા સાથે પુર્વ કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના ગામે થોડા મહિના પહેલા ખેત મજૂરી કરવા ગઈ હતી. તે દરમિયાન એક યુવકના સંપર્કમાં આવતા ખેત મજુરી કરી પેટિયું રળવા ગયેલ પિતા પરિવાર સાથે સંતરામપુર તાલુકાના વતનનાં ગામે પરત આવી ગયા હતા.
સગીર યુવતીને તેના કુટુંબની કાકી પૈસા આપી તેમજ ફેસલાવીને લગ્નની લાલચ આપીને ભચાઉ તાલુકાના ગામે અપહરણ કરીને લઈ ગઈ હતી. જ્યાં ગણાનિતપુરના સુરેશ ઉફ્રે કાળુભાઈ પાસે લઈ ગઈ હતી. જ્યાં સુરેશે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી યુવતી સગીરા હોવાનું જાણતો હોવા છતાં પણ આ ઘટનાની ફરિયાદ સગીરા યુવતીના પિતાએ સંતરામપુર પોલીસને આપતા સંતરામપુર પોલીસે કુટુંબી કાકી તેમજ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ગણાનીતપુર ગામના સુરેશ ઉફ્રે કાળુભાઈ સામે ઈ.પી.કો ૩૬૩, ૩૬૬, ઔ ૩૭૬/૨ તેમજ પોસ્કો એકટ.૪,૫(એલ) ૬-૧૭ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.

Follow Me:

Related Posts