fbpx
ગુજરાત

રાજકોટમાં કોરોના વાયરસને કારણે વધુ ૧૫ લોકોના મોત

રાજકોટમાં કોરોનાથી ૧૫ લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટ સહિત જિલ્લામાં કોરોનાપોઝિટિવ કેસની સંખ્યા ૯૭૦૦ને પાર પહોંચી ગઈ છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં ૬૬૧૯ કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરમાં હાલ ૯૯૪ દર્દીઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકોટમાં રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના મૃતકોની ઓટોપ્સી શરૂ થઈ છે. જાે કે આ માટે પરિવારજનોની મંજૂરી આવશ્યક છે અને હવે લોકો આગળ આવી રહ્યા છે. શનિવારે મોડી રાત્રે એક પરિવાર તૈયાર થયા બાદ ૩.૩૦ કલાકે ઓટોપ્સી શરૂ કરાઈ હતી.
ત્યાં વધુ એક પરિવાર તૈયાર થતા બીજી શરૂ કરી હતી જે સવારે ૯ વાગ્યા સુધી ચાલી હતી અને ફરી એક પરિવાર આગળ આવતા પ્રથમ વખત ૨૪ જ કલાકમાં ૩ ઓટોપ્સી થઈ છે. આ સાથે રાજકોટમાં કુલ ૯ ઓટોપ્સી થઈ છે અને ૨૦ થશે ત્યારબાદ પૃથક્કરણ કરીને રિપોર્ટ તૈયાર કરવાની શરૂઆત થશે તેમ ફોરેન્સિક વિભાગના વડા ડો. હેતલ કયાડા જણાવે છે. કોરોના સંક્રમણને ખાળવા અધિક કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને વિવિધ વેપારી એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી.
જેમાં રોજ સ્ટાફ અને કામદારોનું ટેમ્પરેચર તેમજ ઓક્સિજન લેવલ ચકાસવા તાકિદ કરાઈ હતી. રાજકોટ મનપા કમિશનરે નિવેદન આપ્યું છે કે રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજકોટમાં ઘરે ઘરે સર્વેનો છઠ્ઠો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજકોટમાં લોકો સામેથી ટેસ્ટ કરાવવા આવી રહ્યાં છે. અન્ય બિમારીઓ હોય અને કોવિડ પોઝિટિવ આવે તો હોસ્પિટલમાં સારવાર લેવા તંત્રએ અનુરોધ કર્યો છે.

Follow Me:

Related Posts