fbpx
ગુજરાત

સુરતમાં કોરોના થયો અનસ્ટોપેબલસઃ બપોર સુધીમાં નોંધાયા વધુ ૨૧૩ કેસ

શહેરમાં ભલે કોરોનાના કેસો વધી રહ્યા છે. પરંતુ લોકોમાં હવે પહેલા જેવો કોરોનાનો ડર રહ્યો નથી. અને બિન્દાસ્ત ફરી રહ્યા છે. તંત્ર દ્વારા કરવામાં આવતી માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગની અપીલની પણ પરવા કરતા નથી. તો બીજી તરફ સતત કેસ વધતા જતા તંત્રની ચિંતા વધી રહી છે. આજે બપોર સુધીમાં સુરતમાં વધુ ૨૧૩ કેસો બહાર આવ્યા છે આ સાથે કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને ૩૦,૫૦૬ ઉપર પહોચી ગયો છે. સુરત શહેરમાં આજે બપોર સુધીમાં ૧૦૮ કેસ સપાટી ઉપર આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૨૨,૩૧૭ ઉપર થઈ છે. જયારે કોરોના ખપ્પરમાં સપડાયેલા ૬૮૨ દર્દીઓના જીવ ગયા છે.
જિલ્લામાં ૧૦૫ કેસ સાથે કેસની સંખ્યા ૮,૧૮૯ થઈ છે અને ૨૫૮ દર્દીઓના મોત થયા છે. સુરતમાં માર્ચ મહિનામાં સોથી પહેલો કેસ આવ્યો હતો ત્યારબાદ ધીરેધીરે કોરોનાઍ સમગ્ર શહેર અને જિલ્લાને પોતાના બાનમાં લઈ લીધો હતો. તબક્કાવાર રીતે ઍક પછી ઍક ઝોન અને તાલુકા વિસ્તારમાં સંકજા કસ્યો હતો. ઍક તબક્કે સુરતમાં કોરોના રાફડો ઍટલી હદે ફાટ્યો હતો કે રાજયના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઍ પણ સુરત દોડી આવ્યા હતા. કોરોનાને કાબુમાં લેવા માટે તંત્ર સાથે બેઠકો કરી હતી.
સરકાર અને તંત્રના અર્થાગ પ્રયાસ વચ્ચે કોરોના કાબુમાં આવી ગયો હતો. પરંતુ લોકો તંત્ર દ્વારા કરવામાં આવતી અપીલને ગણકારી કોઈ માસ્ક કે સોશ્યિલ ડિસ્ટન્સ નહી જાળવાને પગલે માંડ માંડ કાબુમા આવેલો કોરોના ફરીથી વિફર્યો હતો. અને આ વખતે કોરોના બાકી રહેલા અઠવા ઝોનને ઝપડમાં લીધો હતો તો જિલ્લામાં પણ કામરેજ તાલુકામાં રાફડો ફાટ્યો હતો. ઍકબાજુ કેસો સતત વધી રહ્યા છે. અને તંત્રની ચિંતિત બન્યુ છે તો બીજી તરફ લોકોમાં હવે કોરોનાનો ડર રહ્યો નથી. સતત વધતા જતા કેસો વચ્ચે આજે વધુ ૨૧૩ કેસ નોધાયા છે આ સાથે કુલ કેસનો આંકડો વધીને ૩૦,૫૦૬ થયો છે. અને અત્યાર સુધીમાં મરણાંક ૯૪૦ થયો છે.

Follow Me:

Related Posts