fbpx
ગુજરાત

ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતઃ ૬ મજૂરોના મોત

ધરા જિલ્લામાં ગંભીર અક્સમાત સર્જાયો છે. આ અક્સમાતમાં ૬ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના તિરલામાં ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મોડી રાત્રે મજૂરો ભરેલા એક પિકઅપ વાહને ટેન્કરને ટક્કર મારતા ગંભીર અક્સમાત સર્જાયો હતો.
પિકઅપ વાહનમાં પંચર પડતા રોડ પર ઉભો હતો. તે દરમિયાન પાછળથી મજૂરો ભરીને આવી રહેલા વાહને ટક્કર મારતા ૬ લોકોના મોત થયા છે. તેમજ ૨૪ મજુરો ઘાયલ થયા છે.
આ સમગ્ર ઘટનામાં ૪ મજૂરોના મોત ઘટના સ્થળ પર જ થયા છે. તો ૨ લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ધાર જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બધા જ મજૂરો ઘાર જિલ્લાના ટાંડાના રહેવાસી છે. ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર થયો હતો. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. હાલમાં આ સમગ્ર મામલે તિરલા પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts