fbpx
ગુજરાત

રાજ્યમાં કચ્છ,ઉકાઉ અને નવસારીમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

ગુજરાતની ધરા ફરીથી ધ્રૂજી છે. રાજ્યમાં કચ્છ, ઉકાઈ અને નવસારીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
કચ્છમાં રાત્રે લગભગ સવા વાગે વાગે ભૂજ નજીક ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદું ભૂજથી ત્રણ કિલોમીટર દૂર હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૧.૮ હતી. આટલી તીવ્રતાવાળા આંચકાને સામાન્ય માનવામાં આવે છે.
જ્યારે બીજાે ભૂકંપ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ તાપીના ઉકાઈની નજીક આવ્યો હતો. આ આંચકાનું કેન્દ્ર ૪૦ કિ.મી. દૂર હતુ, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૨.૧ હતી.
આ જ સમયે નવસારીની નજીક ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્ર નવસારીથી ૨૫ કિલોમીટર દૂર હતુ. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૨.૩ની હતી.
જ્યારે ચોથો આંચકો સવારે સાડા પાંચ વાગે ઉકાઈની નજીક આવ્યો હતો, રિક્ટર તેની તીવ્રતા ૧.૫ની હતી. તેનું કેન્દ્રબિંદુ ઉકાઇથી ૨૮ કિલોમીટર દૂર હતું.

Follow Me:

Related Posts