fbpx
ગુજરાત

ગુજરાતમાં ૨૦૧૯માં ભ્રષ્ટાચારની ૨૫૫ ફરિયાદ નોંધાઈ દેશમાં ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવવામાં ગુજરાત સાતમા ક્રમે, મહારાષ્ટ્ર મોખર

મઝોરમ અને નાગાલેન્ડમાં ભ્રષ્ટાચારની એકપણ ફરિયાદ નથી એન્ટી કરપ્શન બ્યૂરોએ વર્ષ ૨૦૧૯માં રાજ્ય સરકારના જુદા જુદા વિભાગમાં લાંચ લેતા, અપ્રમાણસર મિલકત ધરાવતા અને સત્તાના દૂર ઉપોયગ બદલ વર્ષ ૨૦૧૯માં કુલ ૨૫૫ કેસ નોંધ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સૌથી વધુ ભ્રષ્ટાચાર મામલે ગુજરાત દેશમાં સાતમાં નંબરે છે. ગુજરાતના છેલ્લા બે વર્ષમાં જ લોકાયુક્ત-તકેદારી પંચ છઝ્રમ્ સમક્ષ ૫૮૮ ફરિયાદો નોંધાઈ છે.
ભ્રષ્ટાચારના સૌથી વધુ કેસ મામલે મહારાષ્ટ્ર રાજ્ય દેશમા મોખરે છે અને ગુજરાત સાતમાં ક્રમે છે. મીડિયા રિપોર્ટ મુજબ નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમમાં ભ્રષ્ટાચારની એકપણ ફરિયાદ નોંધાઈ નથી. આ ઉપરાંત ત્રિપુરા, ગોવા અને અરૂણાચલ પ્રદેશમાં પણ ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું જાણવા મળ્યું છે. મિઝોરમ અને નાગાલેન્ડમાં ભ્રષ્ટાચારની એકપણ ફરિયાદ નથી.
રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૯માં ગુજરાતમાં છટકું ગોઠવીને પકડાવવાની ૧૯૬, અપ્રમાણસર સંપત્તિની ૧૮, ગુનાહિત કામગીરીની ૬ જ્યારે અન્ય ૩૫ સહિત કુલ ૨૫૫ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૮માં આવી ૩૩૩ ફરિયાદો નોંધાઈ હતી. આંકડા પ્રમાણે ૨૦૧૮ કરતા ૨૦૧૯માં ભ્રષ્ટાચારના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં ગત વર્ષે ભ્રષ્ટાચારના કેસ મામલે ૨૦ને સજા થઈ હતી જ્યારે ૩૯ને નિર્દોષ જાહેર કરાયા હતા. રાજ્યમાં ભ્રષ્ટાચારના કેસોમાં દોષિત થવાનું પ્રમાણે ૩૪ ટકા જેટલું છે. જાેકે, ૫૯ કેસમાં ટ્રાયલ પૂરી થઈ હતી અને ૬૫ કેસનો કોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં વર્ષ ૨૦૧૯ની શરુઆતમાં ભ્રષ્ટાચારના ૬૨૭ કેસ તપાસ માટે બાકી હતા. જેમાંથી ૮ કેસોમાં આખરી રિપોર્ટ આપવામાં આઆવ્યો હતો જ્યારે ૨૨૮ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આમ આ વર્ષે હજુ ૬૪૫ કેસ તપાસ માટે બાકી હોવાનું જાણવા મળ્યું છે. આ સ્થિતિએ ગુજરાતમાં તપાસ માટે પેન્ડિંગ કેસો સતત વધી રહ્યો છે.

Follow Me:

Related Posts