fbpx
ગુજરાત

સુરત પોલીસ કમિશનરે એક નવું જાહેરનામું બહાર પાડ્યું. પ્રવાસીના નામ, સરનામા અને ટેલિફોન નંબર સહિતના તમામ પ્રુફ આપવાના રહેશે

હાલ સુરતમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, હવે સુરતમાં હોટલ-ગેસ્ટ હાઉસ માટે નવો નિયમ બનાવવામાં આવ્યા છે. સુરતમાં આવનાર પ્રવાસીઓની વિગતો હવે ૨૪ કલાકમાં પોલીસને પહોંચાડવાની રહેશે તેવું સુરત પોલીસ કમિશનરે એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે. આ સિવાય પ્રવાસીના નામ, સરનામા અને ટેલિફોન નંબર સહિતના તમામ પ્રુફ આપવાના રહેશે. ઉપરાંત જે-તે વાહનમાં આવ્યા હોય તેની વિગતો પણ આપવાની રહેશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતમાં મકાન, હોટલ, લોજ, બોર્ડિંગ કે ગેસ્ટ હાઉસોમાં બહારના રાજયો કે પછી વિદેશમાંથી આવતા પ્રવાસી નાગરિકો અંગેની માહિતી ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા સુરત શહેર
પોલીસ કમિશનર અજયકુમાર તોમાર દ્વારા વટહુકમ જાહેર કરવામાં આવ્યો છે. તેઓના પાસપોર્ટ, વીઝા અને ભારતમાં આવ્યા અંગેની ડિટેઈલ કોપી સહીતની વિગતો લેવાની રહેશે. સુરતની તમામ હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, લોજ, બોર્ડીંગ દ્વારા પ્રવાસી મુસાફરોની ઓનલાઈન એન્ટ્રી રંંॅજઃ//ॅટ્ઠંરૈા.ખ્તેિે/ માં કરવાની રહેશે. ગ્રાહકની રજિસ્ટર એન્ટ્રી સાથે દરેક હોટલ પોતાના રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનુ્‌ં એક કોમ્પ્યુટર રાખવું પડશે. જેમાં સુરત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી રજિસ્ટ્રરમાં થતી એન્ટ્રી આ પથીક સોફ્ટવેરમાં કરવાની રહેશે. હોટલના સીસીટીવી કેમેરા ૨૪ કલાક ચાલુ રહે તેની તકેદારી સંચાલકોએ રાખવાની રહેશે. સુરતની તમામ હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, લોજ, બોર્ડીંગમાં રોકાણ કરનાર મુસાફરોના મોબાઈલ નંબર સાચો છે કે કેમ તેની ખરાઈ કરી ઓનલાઈન પોર્ટલ અને રજિસ્ટરમાં નોંધવાનો રહેશે.
હોટેલ તરફથી આપવામાં આવતાં ફ્રી વાઈફાઈનો દુરુપયોગ ન થાય તેમજ મુસાફર ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરી કઈ કઈ વેબસાઈટનો ઉપયોગ કરે છે, અને કઈ વિગતો ડાઉનલોડ કરે છે એ વિગતોની ચકાસણી કરવી. બહારની કોઈ વ્યક્તિ હોટેલમાં રોકાયેલી વ્યક્તિની મુલાકાત માટે આવે ત્યારે પણ મુસાફર મુલાકાતી રજીસ્ટરમાં તેની તમામ નોંધ તારીખ, સમય અને આઈડી પ્રુફ સાથે કરવી. આ જાહેરનામું તા.૦૪/૧૨/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Follow Me:

Related Posts