fbpx
ગુજરાત

જૂનાગઢ સરદારબાગ તથા મધુરમ બાયપાસ રોડ પરથી શરીર સબંધી ગુન્હો કરવાની ફીરાકમાં રહેલ બેઇસમોને દેશી હાથ બનાવટની ૨ પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ-૨ તથા ફુટેલ કાર્ટીસ-૧સાથે દબોચી લઇગંભીર ગુન્હો બનતો અટકાવતી જૂનાગઢ એસ.ઓ.જી

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવાર ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમસેટ્ટી નાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર
હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને
ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ ઇન્સ.જે.એમ.વાળા તથા
પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય અને આજરોજ બાતમી હકીકત આધારે મધુરમ ઝાંઝરડા ચોકડી બાયપાસ રોડ ઉપર તથા
સરદારબાગ બસસ્ટેન્ડ પાસેથી હથીયાર સાથે શરીર સબંધી કોઇ ગંભીર ગુન્હો કરવાના ઇરાદે જઇ રહેલ છે તેવી ચોક્ક્સ
બાતમી આધારે બન્ને સ્થળ પરથી બે ઇસમો ને પકડીપાડી તેઓની અંગજડતીમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ
નંગ-૨ તથા જીવતા કાર્ટીસ નંગ-૨ તથા ફુટેલ કાર્ટીસ નંગ-૧ મળી આવતા હસ્તગત કરી હથિયારધારા ક.૨૫(૧-
બી)એ,૨૯ મુજબ કાર્યવાહી અર્થે જૂનાગઢ સી ડિવીઝન પોલીસ સ્ટેશનને અલગ અલગ ગુન્હો રજી. કરવા
સોંપવામાં આવેલ છે તથા આ ગુનાની તપાસ એચ.આઇ.ભાટી પો.ઇન્સ. તથા જે.એમ.વાળા પો.સબ
ઇન્સ.એસ.ઓ.જી.નાઓ કરી રહ્યા છે.
 હસ્તગત કરેલ આરોપીઓના નામ, સરનામુઃ-
(૧) મહમદ યુસુફ ઉર્ફે જાવીદ હનીફભાઇ ઉ.વ. ૩૧ રહે મજીદવાળી ગલી .ચોબારી તા.જી.જુનાગઢ
આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ હથીયારની વિગત

  1. દેશી હાથ બનાવટની પીસ્ટલ નંગ-1 કિ.રૂ. 25,000/-

(૨) ) ઇમ્તીહાઝ ઉર્ફે ઇમ્તુ હબીબભાઇ દલ ગામેતી ઉવ.૩૦ ધંધો.ડ્રાઇવિંગ રહે.સાબલપુર, મેઇન રોડ
તા.જી.જૂનાગઢ
આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ હથીયારની વિગત

  1. દેશી હાથ બનાવટની પીસ્ટલ નંગ-1 કિ.રૂ. 15,000/-
  2. જીવતા કાર્ટીસ નંગ-2 કિ.રૂ. 200/-
  3. ફુટેલ કાર્ટીસ નંગ-1
    આમ જૂનાગઢ શહેર વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી બે ઇસમોને બે પીસ્ટલ તથા જીવતા કાર્ટી નંગ-૨
    તથા ફુટેલ કાર્ટીસ નંગ-૧ મળી કુલ કિ.રૂ. 40200/- નો મુદામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.
     સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા તથા
પો.હેડ.કોન્સ. એમ.વી.કુવાડીયા, સામતભાઇ બારીયા તથા પો.કોન્સ. મજીદખાન હુશેનખાન, અનિરૂધ્ધસિંહ
ચાંપરાજભાઇ, મહેન્દ્રભાઇ દાનાભાઇ, ધર્મેશભાઇ વાઢેર, રવિભાઇ ખેર, ભરતસિંહ સિંઘવ, શૈલેન્દ્રસિંહ
સિસોદીયા, પરેશભાઇ ચાવડા, રવીરાજ વાળા, ડ્રાયવર પો.કોન્સ. બાબુભાઇ નાથાભાઇ, જયેશભાઇ બકોત્રા
વીગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.

Follow Me:

Related Posts