fbpx
ગુજરાત

પાકિસ્તાનમાં કેદ ગુજરાતના માછીમારોને છોડવવા અને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ કેન્દ્ર સરકારમાં કરેલ રજૂઆતના અનુસંધાને વિદેશ મંત્રીએ પ્રત્યુતર પાઠવ્યો

વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધીમા પાકિસ્તાન માથી ૫૭ બોટ અને ૨૧૦૦ માછીમારોને છોડાવી સ્વદેશ વાપસી કરાવી છે વિદેશ મંત્રી ડો . એસ . જયશંકર માછીમારોની હીફાજત , સુરક્ષા અને સલામતી માટે ભારત સરકાર અત્યાધિક મહત્વ આપે છે અમરેલીના સાસદ નારણભાઈ કાછડીયા ગરીબ થી લઈ છેવાડાના માનવી સુધીના તમામ લોકોના પ્રશ્નોને હમેશા ઉચ્ચ કક્ષાએ વાચા આપતા હોય છે ત્યારે હાલમાં જ સાસદએ ગત તા . ૨૩૯૨૦૨૦ ના રોજ પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતી / ભારતીય માછીમારોને છોડાવવાના સબંધમા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરેલ હતી . જેના અનુસંધાને કેન્દ્રીય વિદેશ મંત્રી ડો . એસ . જયશંકરજીએ તેમના તા . ૧/૧૦/૨૦૨૦ પત્ર નં ૬૧૭૬ ઈએએમ / ૨૦૨૦ થી સાસદશ્રીને પ્રત્યુતર પાઠવેલ છે . વિદેશ મંત્રીશ્રી દ્વારા પાઠવવામાં આવેલ પ્રત્યુતર મુજબ હાલ પાકિસ્તાનની જેલમાં કુલ ૩૨૬ માછીમારો કેદ છે . જે પૈકી ૫૬ માછીમારોને હાલમાં જ કેદ કરવામાં આવેલ છે . પાકિસ્તાન સાથે તા . ૧ / ૨૦૨૦ ના રોજ આદાન – પ્રદાન કરવામાં આવેલ સીવીલીયન કેદી અને માછીમારોની યાદી / સૂચિ માથી ૨૭૦ માછીમારોની હીરાસત અને પાકિસ્તાને વાત સ્વીકારી છે . જેમાં વધુ માછીમારો ગુજરાતના છે . જે પૈકી ૯૬ માછીમારોને ભારત સરકારે કૌસુલી સહાયતા પ્રદાન કરી છે અને બાકી રહેતા માછીમારોને પણ સહાયતા મળી રહે તે માટે પાકિસ્તાન સરકારને અનુરોધ કરવામા આવેલ છે . ભારત સરકાર માછીમારોની હફાજત , સુરક્ષા અને સલામતીને હમેશા અત્યાધિક મહત્વ આપે છે . ભારત સરકારના સતત પ્રયત્નોના ફળસ્વરૂપે વર્ષે ૨૦૧૪ થી આજ સુધીમાં પાકિસ્તાનની કેદ માથી ૫૭ બોટ અને ૨૧૦૦ ભારતીય માછીમારોને છોડાવી તેમની વતન વાપસી કરાવેલ છે . જેમાં આ વર્ષે અત્યાર સુધીમાં વાપસી થયેલ માછીમારોની સંખ્યા ૨૦ છે . ભારત સરકાર માછીમારોને શીધ્ર છોડાવવા અને સ્વદેશ પાછા લાવવા પાકિસ્તાન સરકાર સાથે સતત વાતૉલાપો અને પ્રયત્નો કરી રહી છે તથા પાકિસ્તાનમાં કેદ ભારતીય અને ગુજરાતી માછીમારોની હફાજત , સરક્ષા અને સલામતી માટે પણ પાકિસ્તાન સરકારને અનુરોધ કરલ હોવા બાબતે વિદેશ મંત્રીશ્રીએ પ્રત્યુતર પાઠવેલ હોવાનું સાસદ કાયાલયની અખબારી યાદીમાં જણાવેલ છે

Follow Me:

Related Posts