fbpx
ગુજરાત

હવે ૨૨ સેવાઓ ગામડાઓમાં જ મળી રહેશે મુખ્યપ્રધાને ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનું ૨૦૦૦ ગામડાઓમાં કર્યું લોન્ચિંગ

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ઓનલાઈન સેવાઓ મળી રહે છે, જેમાં રેશનકાર્ડ આવકનો દાખલો, રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, નવું રેશન કાર્ડ બનાવવું, વિધવા સર્ટિફિકેટ, સિનિયર સિટીઝન સર્ટિફિકેટ, મુખ્યપ્રધાન કૃષિ સહાય જેવી ૨૦ જેટલી સેવાઓને ડિજિટલ સેવા સેતુના માધ્યમથી ઓનલાઇન કરવામાં આવી છે. અગાઉ ૬ ઑક્ટોબરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડિજિટલ સેવા સેતુની જાહેરાત કરી હતી. ત્યારે આજે રાજ્યના ૨૦૦૦ ગામડાઓમાં ડિજિટલ સેવાનું પ્રથમ પેજ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારો અને જિલ્લાઓમાંથી પ્રધાનો પણ હાજર રહ્યાં હતાં.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું ત્યારે આ સેવાના માધ્યમથી એક વ્યક્તિને આવકનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જેની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાતચીત કરવાની શરૂઆત કરી હતી. પરંતુ નર્મદા હોલમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ફક્ત “હેલો હેલો” જ બોલતા રહ્યાં, જ્યારે સામેથી તેઓનો અવાજ આવી રહ્યો ન હતો. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ “ઇકો ઓછો કરો, ઇકો ઓછો કરો”ની સૂચનાઓ પણ આપી હતી. પરંતુ તેઓ લાભાર્થી સાથે વાતચીત કરી શક્્યાં ન હતાં અને અંતે ગુસ્સે થઈને તેઓ બીજા લાભાર્થી તરફ વળ્યાં હતાં. પરંતુ બીજા લાભાર્થી સાથે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વાતચીત કરી શક્્યાં ન હતાં.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાર્યક્રમનું લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા આ સમગ્ર યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યના ૨૦૦૦ ગામડાઓમાં પ્રથમ ફેઝમાં ડિજિટલ સેવા સેતુના સેવાઓ શરૂ કરવામાં આવી છે. આવનારા સમયમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આ સેવા શરૂ કરવામાં આવશે. અત્યારે પ્રાથમિક તબક્કે ફક્ત ૨૨થી ૨૫ જેટલી સેવા ઓનલાઇન કરાઈ છે. આવનારા દિવસોમાં આ સંખ્યા ૫૦થી પણ વધુ થશે તેવી પણ જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી.

Follow Me:

Related Posts