fbpx
ગુજરાત

રાજ્યની ૮ વિધાનસભા સીટોની પેટાચૂંટણીને લઇ આજથી ભરાશે ફોર્મ

ગુજરાતની ૮ વિધાનસભા સીટો માટે આવતા મહિને પેટા ચૂંટણી કરાવવામાં આવશે. પેટા ચૂંટણી માટે નામાંકન ૯ ઓક્ટોબરથી ભરવામાં આવશે. ચૂંટણીમાં ભાગ લેનાર ઉમેદવાર પોતાનુ નામાંકન ઑનલાઈન પણ ભરી શકશે. એટલે કે તેને સેન્ટર પર જવાની જરૂર નહિ પડે. વળી, ચૂંટણી પંચ તરફથી એ પણ જણાવવામાં આવ્યુ છે કે કોરોનાથી પીડિત વ્યક્તિ પણ મત નાખી શકશે. કોરોના રોગી પણ અધિકારીને સૂચિત ચૂંટણ પંચના નિર્ધારિત નમૂના ફોર્મ ૧૨ડી ભરીને મોકલી શકે છે જેથી તેમને મતદાનમાં શામેલ કરી શકાય. ચૂંટણી પંચના પ્રમુખ અધિકારી ડૉ.એસ મુરલી કૃષ્ણાના જણાવ્યા મુજબ ઉમેદવાર ઑનલાઈન અરજી કરીને પોતાના હસ્તાક્ષરિત આવેદન ફોર્મ જમા કરાવી શકશે.
૯૦ વર્ષથી વધુ ઉંમરના લોકો દિવ્યાંગ તેમજ કોરોના સંક્રમિતને બુથ લેવલના ઑફિસર નમૂના ફોર્મ-૧૨ પૂરુ પાડવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી અધિકારી તરફથી તેમને બેલેટ પેપર સ્પેશિયલ પોલિંગ ટીમ દ્વારા ભેગુ કરવામાં આવશે. આ પહેલા એટલા માટે આપવામાં આવ્યુ છે જેથી કોરોના મહામારીના દિવસોમાં પણ કોઈ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચૂંટણી પંચે એલાન કર્યુ હતુ કે ગુજરાતની ૮ વિધાનસભા સીટો પર ૩ નવેમ્બરે મતદાન થશે. ત્યારબાદ ૧૦ નવેમ્બરે ચૂંટણી પરિણામ જારી કરવામાં આવશે. ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ સહિત ૧૦ રાજ્યોમાં પેટા ચૂંટણી થશે.બિહારની એક લોકસભા સીટ અને મણિપુરની બે વિધાનસભા સીટ પર ૭ નવેમ્બરે મત નાખવામાં આવશે. ૫૪ વિધાનસભા સીટો પર મતદાન બાદ બધી સીટોના પરિણામો ૧૦ નવેમ્બરે આવશે. બિહાર ચૂંટણીના પરિણામો પણ ૧૦ નવેમ્બરે જ આવશે.
ગુજરાતમાં જે સીટો પર પેટાચૂંટણી થવાની છે તેમાં કચ્છની અબડાસા, બોટાદની ગઢડા, અમરેલીની ધારી, મોરબીની મોરબી-માલિયા, સુરેન્દ્રનગરની લીંબડી, વડોદરાની કરજણ, ડાંગની ડાંગ વિધાનસભા વલસાડની કપરાડા સીટ શામેલ છે. આ એ સીટો છે જેના પરથી કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામુ આપ્યુ હતુ. હવે ઘણા મહિનાઓ બાદ આ બધી સીટો પર પેટાચૂંટણી થવાની છે. અધિકારીઓએ જણાવ્યુ કે ૧૬ ઓક્ટોબરે આવેદન ભરવાની છેલ્લી તારીખ છે અને ૧૯ ઓક્ટોબરે નામ વાપસીની છેલ્લી તારીખ રાખવામાં આવી છે.

Follow Me:

Related Posts