fbpx
ગુજરાત

રાજ્ય વનવિભાગનો સફળ પ્રયોગ

દુર્લભ પક્ષી ખડમોરનું કૃત્રિમ ઇન્ક્યુબેશનથી સંવર્ધન વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા ખડમોર પક્ષીના ઇંડાને સુરક્ષિત કરીપ્રજાતિને વિલુપ્ત થતી બચાવવા અંગે પ્રશંસનીય પ્રયાસ

ગુજરાત રાજયમાં જોવા મળતા બસ્ટાર્ડ કુળના ત્રણ પ્રકારના પક્ષીઓ પૈકી ખડમોર (લેસર (ફલોરીકન)સૌથી નાનુ અને ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે. ભાવનગર જિલ્લાના કાળીયાર રાષ્ટ્રીયઉદ્યાન, વેળાવદર ખાતે ચોમાસાની ઋતુમાં પ્રજનન દરમ્યાન આ પક્ષી જોવા મળે છે. પ્રજનન ઋતુસિવાયના સમયમાં આ પક્ષી ભાગ્યે જ જોવા મળે છે. કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર અને તેનીઆસપાસના વિસ્તારોમાં વર્ષોથી આ પક્ષીની હાજરી નોંધાયેલ છે તેમજ દર વર્ષે પ્રજનન ઋતુમાં તેનાવસ્તી અંદાજની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે.
ખડમોર પક્ષી IUCN ની યાદી અનુસાર લુપ્ત થતા આ મુખ્ય પક્ષીઓ પૈકીઓનું એક છે. પ્રજનન ઋતુદરમ્યાન કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને બહારના રેવન્યુ વિસ્તાર તેમજ પડતર ઘાંસીયા મેદાનોમાંખડમોરની માદા દ્વારા માળો બનાવી ઈંડા મૂકવામાં આવે છે. ખડમોરના સંરક્ષણ અને સંવર્ધનને ધ્યાને લઈછેલ્લા બે વર્ષથી કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, પેટા વન વિભાગ દ્વારા એક ટીમ બનાવી કાળીયારરાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના બહારના વિસ્તારોમાં ખૂબ ચોકસાઈ અને બારીકાઈથી સર્વેની કામગીરીકરવામાં આવેલ. આ કામગીરી દરમ્યાન ખડમોરની માદા દ્વારા માળાઓ બનાવી મૂકવામાં આવેલ ઈંડા પૈકીમોટાભાગના ઈંડા અસલામત જગ્યાએ તેમજ અસુરક્ષિત હોવાનું છેલ્લા બે વર્ષના અભ્યાસમાં માલૂમ પડેલછે. આથી તજજ્ઞશ્રીઓને સાથે રાખી સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કરતા નક્કી થયેલ કે આ સ્થળ પર રહેલ ઈંડાખૂબ જ અસુરક્ષિત અને અસલામત હોય, વહેલી તકે તેને બચાવવા માટે જરૂરી પગલા ભરવા અતિઆવશ્યક છે. ત્યારબાદ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર ખાતે તુરંત જ કૃત્રિમ સંવર્ધન માટેની વ્યવસ્થાઉભી કરી સક્કરબાગ પ્રાણી સંગ્રાહલયના પશુ ચિકિત્સકશ્રીની દેખરેખ હેઠળ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનનીઆસપાસના વિસ્તારોમાં રહેલ અસુરક્ષિત માળામાંથી તા.૧૯/૦૭/૨૦૨૦ ના રોજ ઈંડા લઈ કૃત્રિમ સંવર્ધનમાટે ઇન્કયુબેટરમાં મૂકવામાં આવેલ, જે પૈકી ત્રણ ઈંડામાંથી તા.૦૪/૦૮/ર૦ર૦ અને તા.૦પ/૦૮/ર૦ર૦ના રોજ સુરક્ષિત રીતે બચ્ચા બહાર આવેલ અને પશુ ચિકિત્સકશ્રીની સીધી દેખરેખમાં બચ્ચાની સારસંભાળહાલ કરવામાં આવી રહેલ છે. ત્રણેય બચ્ચાઓ હાલમાં તંદુરસ્ત અને સુરક્ષિત રીતે ઉછરી રહ્યા છે. બચ્ચાનેખુબ સારો ખોરાક આપવામાં આવી રહેલ હોય, તેઓનો વિકાસ પણ સારી રીતે થઈ રહ્યો છે. ત્રણ બચ્ચાપૈકી એક નર અને બે માદા હોવાનું પ્રાથમિક દ્રષ્ટ્રીએ જણાતા તેની ખાત્રી માટે તેઓના નમુના લઈવેટરનરી ડાયગ્નોસીસ સેન્ટર, હૈદરાબાદ ખાતે મોકલવામાં આવેલ છે. ખડમોરના કૃત્રિમ સંવર્ધનનીકામગીરી દેશમાં સૌ પ્રથમવાર અને કદાચ વિશ્વમાં પણ આ કામગીરી સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય વનવિભાગ દ્વારા કરવામાં આવેલ છે.ઉપરોકત તમામ કાર્ય શ્રી ડી. કે. શર્મા, આઈ.એફ.એસ., અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટફોર્સ, ગુજરાત રાજ્ય; શ્યામલ ટીકાદર, આઈ.એફ.એસ., અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અનેચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજ્ય; ડી. ટી. વસાવડા, આઈ.એફ.એસ., મુખ્ય વન સંરક્ષકશ્રીવન્યપ્રાણી વર્તુળ, જૂનાગઢ; શ્રી વી. .એ રાઠોડ, જી.એફ.એસ. મદદનીશ વન સંરક્ષકશ્રી, ભાવનગર વનવિભાગ અને એમ. એચ. ત્રિવેદી, જી.એફ.એસ., મદદનીશ વન સંરક્ષક, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન,વેળાવદર, પેટા વન વિભાગ, ભાવનગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. સમગ્ર કાર્ય દરમ્યાન કાળીયારરાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર વન વિભાગના તમામ સ્ટાફ તથા આ કામગીરી માટે રોકવામાં આવેલબાયોલોજીસ્ટ સહિતના કર્મચારીઓએ તેઓનું ખૂબ જ યોગદાન આપેલ છે.

Follow Me:

Related Posts