fbpx
ગુજરાત

31 ઓક્ટોબરે PM મોદી કેવડીયામાં ક્રૂઝ બોટનું લોકાર્પણ કરશે, જાણો – પ્રવાસીઓને કેવી મળશે સુવિધા?

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓ ને આકર્ષવા માટે ગુજરાત સરકારને ટુરિઝમ વિભાગ અવનવા આકર્ષણો નો ઉમેરો કેવડિયા ખાતે કરી રહી છે, ત્યારે આગમી 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી રાષ્ટિય એકતા દિવસની ઉજવણી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવાના છે, ત્યારે નર્મદા નદીમાં પ્રવાસીઓ બોટની મજા માણી શકે તે માટે ક્રુઝ બોટનું પણ લોકર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આમ તો આ ક્રુઝ બોટનું લોકર્પણ 21 માર્ચના રોજ થવાનું હતું તે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બની ગયો હતો, પણ કોરોના મહામારી એ ભારતમાં માથું ઉચકતા કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો હતો, ત્યારે હવે 31 ઓક્ટોબરના રોજ બોટ લોકર્પણ થઈ જશે અને પ્રવાસીઓ કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 6 કિલોમીટરના પાણી માર્ગે પ્રવાસ કરી શકશે. આ બોટમાં 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, હાલ કોવિડ 19ની ગાઈડલાઈનને પગલે 45 મિનિટમાં માત્ર 100 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે. આ ક્રુઝ બોટમાં પ્રવાસીઓ માટે જમવાની અને નાસ્તાની પણ વ્યસ્થા કરવામાં આવી છે. જોકે આ વ્યવસ્થા માટે પ્રવાસીઓ એ પોતાના ખર્ચે કરવાની રહેશે આ ક્રુઝ બોટની ટિકિટ લગભગ430 રૂપિયા સુધીની નક્કી કરવામાં આવી છે. ક્રુઝ બોટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી નો નજારો જોવો કંઈક અલગ જ હશે. જો કોઈ દુર્ઘટના બને તો તેના માટે લાઈફ જેકેટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ બોટ શ્રેષ્ઠ ભારત ભવન થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો ફેરો મારશે જે એક કલાકનો સમય લેશે ખાસ પ્રવાસીઓના મનોરંજન માટે આ બોટમાં એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે, જેના પર નર્મદા જિલ્લાના આદિવાસીઓનું નૃત્ય અને સંગીતનું આયોજન પણ કરવામાં આવ્યું છે. શું હશે ક્રુઝ બોટ માં પ્રવાસીઓ માટે સુવિધા તો1) આ ક્રુઝ બોટમાં એક સાથે 200 પ્રવાસીઓ બેસી શકે એવી વ્યવસ્થા છે, પણ કોવિડ -19ને લઈને માત્ર 100 પ્રવાસીઓ બેસી શકશે. સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશન કરવામાં આવશે.(2) ક્રુઝ બોટ 6 કિમિ ફેરવવામાં આવશે(3) જે ગરુડેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નો પ્રવાસીઓ માટે 45 મિનિટ નો ફેરો રહશે(4) ક્રુઝ બોટમાં સ્ટેટ પર આદિવાસી નૃત્ય સાથે ડાન્સ ,સાથે ગીત સંગીત પણ રહશે(5) ક્રુઝ બોટ નું ભાડું 430 રૂપિયા રાખવામાં આવશે6) ક્રુઝ બોટ માં જમવાનું અને નાસ્તા ની સુવિધા પણ રહશે

કોરોના મહામારી વચ્ચે દેશના તમામ પ્રવાસન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે અનલોક 5 માં સરકારની કોવીડ-19ની ગાઇડલાઇન મુજબ ધીરે ધીરે પ્રવાસન સ્થળો ખુલ્લાં થઇ રહ્યાં છે. ત્યારે 10 ઓક્ટોબર થી કેવડિયા ખાતે નિર્માણ પામેલ વિશ્વનાં પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ ખુલ્લાં મુકવામાં આવ્યા, જેમાં હજુ પણ લોકો ઓનલાઇન ટીકીટી લઈને આવી રહ્યા છે, પરંતુ સીધા આવનારા પ્રવાસીઓ ટિકિટ વિન્ડો ખોલવાની પણ માંગ કરી રહ્યા છે. આજની લાઈફમાં બાળકો પૌષ્ટિક ખોરાક કરતા ફાસ્ટફૂડ વધારે પસંદ કરે છે ત્યારે તેમને પોષણયુક્ત ખોરાકની સમજ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમપ્રોજેક્ટ એવા વિશ્વના પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક ટ્રાયલ બેઝ માટે ફરી આજથી ખુલ્લું મુકાયું છે. ત્યારે બાળકો મોટી સંખ્યામાં અહીંયા આવવાનું પસંદ કરે છે પ્રથમ દિવસે 100 જેટલા પ્રવાસીઓ નોંધાયા પરંતુ જેમ જેમ ખબર પડશે તેમ તેમ પ્રવાસીઓની આવક વધશે, પરંતુ કોરોના સંક્રમણને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. એકતા મોલ અને ફૂડ કોર્ટમાં પણ ખાસ સાવધાની વર્તાઈ રહી છે. આ ન્યૂટ્રિશિયન પાર્કના સિનિયર મેનેજર પ્રતીક માથુરે જણાવ્યું હતું કે COVID-19ની સ્થિતિને ધ્યાને લઇને કેટલાંક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. તે પ્રમાણે ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કમાં 10 સ્લોટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યા છે. એક સ્લોટ એક કલાકનો રહેશે. દર કલાકે 60 વ્યક્તિઓને પ્રવેશ અપાય છે. પાર્કમાં પ્રવેશ સમયે તથા ઠેર-ઠેર સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તો સાથે-સાથે ટેમ્પરેચર માપીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts