fbpx
ગુજરાત

ગઢડા તાબેના લીંબાળી ગામની સીમમાં આઇ.પી.એલ.ની ચેન્નાઇ સુપરકીંગ્સ તથા રોયલ ચેલેન્જર બેંગ્લોરની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે ઇસમોને રોકડ રૂપિયા ૧૦,૨૦૦તથા મોબાઇલ ફોન નંગ -૬ સહિત કુલ કિ.રૂ. ૩૭,૩૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા ગઢડા પોલીસ

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સતર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ , ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર આર.એચ.બાર ની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે ગઢડા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર તથા સ્ટાફના માણસોએ લીંબાળી ગામથી ગઢાળા ગામ જવાના રસ્તે આઇ.પી.એલ.ની ચેન્નાઇ સુપરકીંગ્સ તથા રોયલ ચેલેન્જર બેંગ્લોરની ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા ઇસમો ( ૧ ) ચંદ્રેશભાઇ ઉર્ફે ચંદો ત્રિકમભાઇ બારૈયા ઉ.વ .૩૧ રહેવાસી – ઉગામેડી ગામ તા.ગઢડા જી.બોટાદ ( ૨ ) યોગેશભાઇ ઉર્ફે યોગલો ઘનશ્યામભાઇ પરમાર ઉ.વ .૨૮ રહેવાસી – નાના જીંજાવદર ગામ તા.ગઢડા જી.બોટાદ વાળાઓને રોકડ રૂપિયા રૂા .૧૦,૨૦૦તથા મોબાઇલ ફોન નંગ -૦૬ તથા મો.સા ૧ તથા જુગાર સાહીત્ય મળી કુલ કિ.રૂ .૩૭,૩૫0 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ અને મજકુર ઇસમો વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે . આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બારની સુચનાથી હેડ કોન્સ . જીતેન્દ્રભાઇ મકવાણા તથા જયેશભાઇ ધાધલ તથા પો.કોન્સ . જયપાલસિંહ ગોહીલ તથા નિતીનભાઇ ખટાણા તથા ગઢડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિગેરે જોડાયા હતા .

Follow Me:

Related Posts