fbpx
ગુજરાત

વર્ચ્યુઅલ ગરબામાં આ વર્ષે ધૂમ મચાવશે ‘કોરોના’નું સનેડો વર્ઝન

નવલા નોરતાને આડે હવે 5 દિવસની વાર છે. જો કે કોરોના કાળમાં આવેલી આ નવરાત્રીની રંગત છીનવાઈ ગઈ છે. કોરોનાની મહામારીમાં રોજીંદી જીંદગીમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. ઓફીસની મીટીંગ સહિત અભ્યાસ, કોન્સર્ટ વર્ચ્યુઅલ બન્યા છે. તેવામાં આ વર્ષે નવરાત્રી પણ વર્ચ્યુઅલી જ ઉજવવામાં આવશે. દર વર્ષે નવરાત્રી અગાઉ અવનવા રાસ-ગરબા લોન્ચ થતાં હોય છે. આ વર્ષે કોરોનાએ સર્જેલી મહામારીને ધ્યાને લેતાં ખાસ કોરોનાનું સનેડો ગીત આવી રહ્યું છે તો યુવા હૈયાઓને નવરાત્રીનો હુબહુ અહેસાસ કરાવવા માટે સંગીતકારો પણ ઝળહળતુ સ્ટેજ ઉભુ કરી સૂરો રેલાવશે. આ માટે મ્યુઝીશ્યનોએ કમર કસી છે અને વર્ચ્યુઅલ પર્ફોમન્સની તૈયારીઓનો આરંભ કર્યો છે. દર વર્ષે મેદાન પર ઉમટતી મેદની અને તેમના ઉત્સાહ સાથે વર્ચ્યુઅલ ગબા મેચ થાય તે માટે મ્યુઝીશ્યનો દ્વારા પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખુલ્લા મેદાનની ગેરહાજરીમાં પણ યુવાઓ રાસની રમઝટ માણી શકે તે માટે આ વર્ચ્યુઅલ ગરબાનો વિચાર સ્ફૂર્યો હતો. ગરબામાં સંગીતનું મહત્વ છે તેમ ગરબે ઝુમતા યુવા હૈયાઓ સંગીત માટે મહત્વના છે. અમે લોકોને મ્યુઝીકની સાથે વિઝુઅલી પણ મનોરંજન આપીશું.’ તેવું જાણીતા સંગીતકાર અરવિંદ વેગડાએ જણાવ્યું હતું. ‘અમે વર્ચ્યુઅલ કોન્સર્ટની પાછળની બાજુએ મોટી એલઈડી સ્ક્રીન તથા ફલોર પર ડિસ્કો લાઈટસ ગોઠવવામાં આવી છે. આ વર્ચ્યુઅલ ગરબા પણ રસપ્રદ હોવા જરૂરી છે.’ તેવું અન્ય એક મહિલા સીંગર કૈરવી બુચે જણાવ્યું હતું. ‘અમે આ વર્ષે કોરોના પર સનેડો સોંગ બનાવ્યું છે. અત્યારની આ પરિસ્થિતિમાં આ ગીત બરાબર બંધ બેસતુ છે અને તે આ વર્ચ્યુઅલ ગરબાને મનોરંજન પીરસશે.’ તેવું સિંગર પાર્થ ઓઝાએ જણાવ્યું હતું. મોટાભાગના સંગીતકારો નવરાત્રીનાં નવ દિવસની તૈયારીઓ મહિનાઓ અગાઉથી શરૂ કરી દેતા હોય છે. ‘મોટાભાગના મ્યુઝીશ્યન નવરાત્રી દરમિયાન ગરબાના ગીતો બનાવતા હોય છે. પરંતુ આ વર્ષે ઓડીયન્સને કંઈક નવું આપવાનુંવધુ જરૂરી બની જાય’ તેવું મ્યુઝીક કમ્પોઝર પાર્થ ભરત ઠકકરે જણાવ્યું હતું.

Follow Me:

Related Posts