fbpx
ગુજરાત

ગ્યાસુદ્દીન શેખથી નારાજ કોંગ્રેસ હાઇકમાન્ડ

ગુજરાતની હાલની પરિસ્થિતિ જોતા અને લોકોનો આક્રોશ જે રીતે સરકાર વિરુદ્ધ જોવા મળે છે. કોરોના, આર્થિક પરિસ્થિતિ, મોંઘવારી વગેરે મુદ્દે જે રીતે સરકાર નિષ્ફળ જઈ રહી છે. તેવા સંજોગોમાં કોંગ્રેસને સુનેરી તક પરિવર્તનના રૂપમાં ગુજરાતની અંદર જોવાઈ રહી હતી. એવામાં અમદાવાદ જેવા શહેર જે ભાજપનું ગઢ છે. જ્યાં ૨૦ વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આશાની કિરણ નજર આઈ.

કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓને એવું લાગતું કે કોંગ્રેસ મોટું ઉલટફેર કરી બતાવશે. દરેક વખતે કોંગ્રેસ સ્થાનિક ચૂંટણીમાં અમદાવાદ જેવા શહેરમાં વિરોધપક્ષનો નેતા કોણ હશે? તેના બદલે મેયર કોણ હશે? તેની વાતો કરવા લાગી.

આવા સંજોગોમાં પાર્ટીને જાણ કર્યા વગર સ્થાનિક ચૂંટણી પાછી જાય તેવો પત્ર રાજ્ય સરકારને આપ્યો અને ગઈકાલે ચૂંટણી ત્રણ મહિના પાછી ગઈ તેનો જશ લેવા પ્રયત્ન કર્યા.

આ પહેલા પણ ઘણા બધા મુદ્દે ગ્યાસુદ્દીન શૈખ ભૂમિકા હાઇકમાન્ડની નજરમાં શંકામાં રહી છે. આવનાર સમયમાં કોંગ્રેસની અંદર આ મુદ્દે મોટી ઉથલપાથલ જોવા મલે તો નવાઈ નહીં. સોશ્યિલ મીડિયામાં ચર્ચાનો દોર ક્યારનો શરૂ થઈ ગયો છે.

Follow Me:

Related Posts