fbpx
ગુજરાત

નવરાત્રી મુદ્દે રાજ્ય સરકારનો યુ ટર્ન નવરાત્રીમાં પેકેટમાં પ્રસાદ આપવાની છૂટ, મંદિર બંધનો ટ્રસ્ટ દ્વારા લેવાયો ર્નિણય

પાંચ દિવસ પહેલા રાજ્ય સરકારે રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મુક્્યો હતો. જેની ગાઈડલાઈન્સમાં નવરાત્રી દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જાે કે પ્રસાદ પરના પ્રતિબંધ સામે ભાવિક ભક્તોમાં અસંતોષની લાગણી જાેવા મળી હતી. જેને પગલે આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કે, નવરાત્રીમાં પ્રસાદ માટેની એસઓપીમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, ૭ જૂન ૨૦૨૦થી રાજ્ય સરકારે નક્કી કર્યું કે, રાજ્યના તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી. નવરાત્રીના સમયે કેટલીક જગ્યા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી તેમજ કેટલાક મંદિર પર્વતની ટોચ પર આવેલા હોવાથી જાે લાખો દર્શનાર્થીઓ દર્શને જાય તો સંક્રમણ ફેલાય શકે છે. આરતી અને હવનો થશે.
જે તે ટ્રસ્ટોએ પોતાની સગવડ અને પરિસ્થિતિ અનુસાર ર્નિણયો લીધા છે. આ ર્નિણય સ્થળ પરિસ્થિતિ અને કોરોના સંક્રમણ વધે નહીં તે માટે ર્નિણયો કર્યા છે. સરકારના આ ર્નિણયને કારણે મીઠાઈના વેપારીઓને હવે નુકસાન વેઠવું નહીં પડે. સરકારે પેકેટ બનાવીને પ્રસાદ વેચવાની મંજૂરી આપી હોવાથી તેનો બગાડ પણ નહીં થાય અને કોરોનાની ગાઇડલાઇન્સનો અમલ પણ થઇ શકશે. વેપારીઓ પાસે એક પેંડો પણ પેક કરવાની વ્યવસ્થા છે. ગુજરાતમાં કોરોનાને પગલે મીઠાઇ અને ફરસાણ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. મીઠાઇના વેપારીઓનાં અંદાજ પ્રમાણે છેલ્લા છ મહિનામાં ધંધો માત્ર ૨૦ ટકા જેટલો જ રહી જતાં આશરે ૭૦૦ કરોડનું નુકસાન થયું છે. સરકારે પડતા પર પાટું મારી નવરાત્રીમાં પ્રસાદ પર પ્રતિબંધ મૂક્્યો હતો.
પરંતુ હવે આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હોવાથી ૭૦૦ કરોડનું નુકસાન થતું અટકી જશે.
પેકેટ તૈયાર કરી ટેબલ પર મૂકી શકાય
એક વ્યક્તિ જેટલો પ્રસાદ વિવિધ પેકેટમાં પેક કરીને એક ટેબલ પર મૂકી દેવાય, જેથી એને વહેંચવાની જરૂર જ ન રહે. દરેક વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી જાતે જ લઇ લે.
પ્રસાદને પેક કરતાં પહેલાં હાથને સેનિટાઇઝ કરી દેવા, જેથી તે સેફ થઇ જાય.
જાે પ્રસાદનું વિતરણ કરવું હોય તો ગ્લોવ્ઝ પહેરીને એનું વિતરણ થઇ શકે અથવા તો જે વ્યક્તિ વહેંચે તે હાથને સેનિટાઇઝ કરીને અને માસ્ક પહેરીને કરી શકે.
સીંગ-સાકરિયા, રેવડી, ટોપરાની છીણ, પિપરમિન્ટ કે એવો છૂટો પ્રસાદ નાની થેલીઓમાં કે પેપરમાં પેક થઇ શકે, જેથી લોકો જાતે લઇ શકે.
મીઠાઇના વેપારીઓ પણ એક વ્યક્તિ મીઠાઇ લઇ શકે તેવા પેકેટમાં એ પેક કરી શકે.
નવરાત્રિમાં પાવાગઢ મંદિર બંધ રાખવા કરાયો હતો ર્નિણય
કોરોનાને કારણે ભક્તોની ભક્તિને મોટી અસર પડી રહી છે. આવામાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અનેક ર્નિણયો લેવામાં આવે છે. આવામાં નવરાત્રિના ઇતિહાસમાં પ્રથમ વખત બંધ પાવાગઢ મંદિર બંધ રહેવાનું છે તેવી જાહેરાત કરાઈ અગાઉ કરવામાં આવી હતી. પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપવામાં આવી હતી. તેમાં જણાવ્યા પ્રમાણે આ નવરાત્રિએ યાત્રાધામ પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ૧૬ તારીખથી મંદિરના દરવાજા દર્શન માટે બંધ કરાશે.
દર્શનાર્થીઓ માત્ર માતાના વચ્ર્યુઅલ દર્શન કરી શકશે. મંદિરની વેબસાઇટથી ભક્તો મા પાવાગઢવાળીના દર્શન કરી શકાશે. તો બીજી તરફ, નવરાત્રિને લઈ આવતા દર્શનાર્થીઓને વિવિધ જગ્યાઓ પર એલઇડીથી વચ્ર્યુઅલ દર્શન કરી શકાશે તેવી વ્યવસ્થા કરવામા આવશે. નવરાત્રિના પર્વમા પાવાગઢ માકાળીનુ અનેરુ મહત્વ હોય છે. મોટી સંખ્યામાં લોકો અહી મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આવામાં કોરોના ન વકરે તે હેતુથી તંત્ર દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પાવાગઢની આસપાસનો વિસ્તારનો પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યો હોવાથી અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓની પણ સતત અવરજવર રહે છે.

Follow Me:

Related Posts