fbpx
ગુજરાત

રાજકોટમાં કોરોનાથી ૭ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા ૭૪૨૧ પર પહોંચી

રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૭ના મોત થયા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા ૭૪૨૧ પર પહોંચી છે. જેમાંથી ૮૫૮ દર્દીઓ રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મંગળવારે રાજકોટમાં ૧૦૪ દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો થતાં સિવિલમાં ૬૦ ટકા બેડ ખાલી જાેવા મળી રહ્યાં છે. મહત્વનું છે કે ગઈકાલે ૫ દર્દીના મોત થયા હતા. જેમાંથી એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું ન હોવાનું ઓડિટી કમિટીના રિપોર્ટ બતાવવામાં આવ્યું છે.
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત હાલ સુધારા પર છે. અભય ભારદ્વાજના ભાઈ નીતિન ભારદ્વાજ ચેન્નઈ પહોંચ્યા છે. ચેન્નઈના ડો. બાલાકૃષ્નન સારવાર કરી રહ્યાં છે. ભારદ્વાજને ફિજીયોથેરાપી સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભારદ્વાજ આંખો ખોલે છે અને સામે જાેઈને રિસ્પોન્સ પણ આપે છે.
રાજકોટમાં છેલ્લા એક માસમાં પ્રથમ વખત નવા કેસની સંખ્યા ઘટીને મંગળવારે ૧૧૦ થઈ છે. અત્યાર સુધી આ આંક સતત ૧૩૦થી કરતા વધુ હતો. માત્ર દૈનિક કેસની સંખ્યા ઘટી છે એટલું જ નહીં પણ મંગળવારે ૨૪ કલાકમાં સૌથી ઓછા ૫ મોત નોંધાયા છે. રાજકોટમાં ૨૦ દિવસ પહેલા હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે જગ્યા મળતી ન હતી પણ હવે સ્થિતિમાં સુધારો આવ્યો છે. એક સમયે સાવ ભરચક્ક રહેતી સિવિલ હોસ્પિટલમાં ૫૭૦ દર્દીની ક્ષમતા સામે ૫૦૦ દર્દી એડમિટ થયા હતાં. તે આંક મંગળવારે સવારે ૨૩૭ થયો છે.

Follow Me:

Related Posts