fbpx
ગુજરાત

કોરોનાની અસર કોર્ટ પર : ગુજરાત હાઇકોર્ટ 16 ઓક્ટોબરથી ચાર દિવસ બંધ, સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાશે

રાજ્યમાં કોરોનાથી અસર ધીમી પડી છે. પરંતુ હજુ સાવચેતીના પગલાં લેવાની પૂરેપૂરી જરૂરીયાત છે. ત્યારે તકેદારીના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટ 16 ઓક્ટોબરથી ચાર દિવસ બંધ રહેશે આ દરમિયાન તમામ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને ઉચ્ચ ન્યાયાલયનું કેમ્પસ સેનેટાઈઝ કરવામાં આવશે. તેવો નિર્ણય ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા લેવામાં આવ્યો છે. તમામ પ્રકારનું જ્યુડિશિયલ અને વહીવટી કામ ચાર દિવસ બંધ રહેશે. આ સિવાય એડવોકેટ જનરલ, સરકારી વકીલો વગેરેની ઓફિસ બંધ રાખવા આદેશ કરાયો છે. કોર્ટ પરિસરમાં આવેલી સરકારી ઓફિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ વગેરે બંધ રહેશે. આ ઓફિસો પણ સેનેટાઇઝ કરાશે. 16 ઓક્ટોબરના કેસ લિસ્ટ 20 ઓક્ટોબરથી લેવામાં આવશે. 19, 20 અને 21 ઓક્ટોબરથી ફિક્સ મેટર 21 ઓક્ટોમ્બરે લેવાશે. ફિઝિકલ ફાઇલીગ 20 ઓક્ટોબરથી શરૂ થશે. જો કે આ દરમિયાન ઇ- ફાઇલીગ શરૂ રહેશે. તેમજ નવા કેસો 20 ઓક્ટોબરથી લેવાશે.સિક્યુરિટી સ્ટાફે એક જ જગ્યાએ તૈનાત રહેવાનુંસર્ક્યુલરમાં ACS હોમ અને રાજ્ય પોલીસ વડાને જાણ કરી કહેવામાં આવ્યું છે કે, હાઇકોર્ટમાં ફરજ પર રહેલા સિક્યુરિટી સ્ટાફ જે જગ્યાએ ડ્યુટી પર છે તેમણે તે જગ્યાએ જ હાજર રહેવાનું રહેશે અલગ અલગ જગ્યાએ ફરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

Follow Me:

Related Posts