fbpx
ગુજરાત

શનિવારથી ગિરનાર પર્વત પર પૂ.શ્રી મોરારીબાપુની શ્રોતા વગરની રામકથા

જુનાગઢ તા.૧પ શનિવાર પ્રથમ નોરતાથી ગિરનાર પર્વત સ્થિત કમંડળ કુંડની જગ્યા ખાતે પૂ.શ્રી મોરારીબાપુની શ્રોતા વગરની રામકથા શરૂ થઇ રહી હોય જેની તૈયારીઓ પુર્ણ થવામાં છે. પ્રખર રામાયાણી સંત વર્ષશ્રી મોરારીબાપુ સંત વર્ષ શ્રી મોરારીબાપુ ગરવા ગિરનારની ટોચ પર રામકથાનું ગાન કરવાના છે પૂ.બાપુની વાણીનો લાભ લેવા માટે ભાવિકો અને ગિરનારજી ઉત્સુક છે. પૂ.બાપુના પરમ સેવક અને રાજકોટના ઉદ્યોગપતિ શ્રી જયંતીભાઇ ચાંદ્રાની સતત દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કોરાનાના કપરા કાળમાં સરકારની ગાઇડલાઇન્સનાં સંપુર્ણ અને ચુસ્ત પાલન વચ્ચે આયોજીત શ્રી મોરારીબાપુની રામકથામાં કોઇ શ્રોતા હશે નહી કથાનું યુ-ટયુબ અને આસ્થા ચેનલ પર લાઇવ ટેલીકાસ્ટ થશે. શ્રી રામકથા માટે શ્રી મોરારીબાપુ આજે જુનાગઢ આવી રહયા છે. રાત્રી રોકાણ ભવનાથ સ્થિત લાલખેરી ખાતે કરી શ્રી બાપુ આવતીકાલે ડોલી મારફત કમંડળ કુંડ જવા રવાના થશે.

Follow Me:

Related Posts