fbpx
ગુજરાત

ગુજરાત વિસ પેટાચૂંટણીઃ હવે ભાજપના કિશોર ચીખલિયાએ કહ્યું- હાર્દિક પટેલે ‘વહીવટ’ કરી ટિકિટની વહેંચણી કરી

મોરબીની પેટા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે બન્ને પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કર્યા બાદ ગુરુવારે ફોર્મ ભરવાની તૈયારી કરી રહ્યા હતા તેવા સમયે મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભડકો થયો છે. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની ટિકિટના પ્રબળ દાવેદાર કિશોર ચીખલિયાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો, અને એવો આક્ષેપ કર્યો હતો કે જિલ્લા પ્રમુખ અને હાર્દિક પટેલે રૂપિયાનો વહીવટ કરી ટિકીટની વહેંચણી કરી છે અને હું દાવેદાર હોવા છતાં મને અન્યાય કર્યો છે.
હું જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે દાવેદાર હોવા છતાં મને પ્રમુખ કે કારોબારી સમિતિ ચેરમેન બનવા ન દીધા. હાર્દિક અને લલિત કંગથરાએ વર્ષો સુધી પક્ષમાં ક્્યારેય હાજર ન રહેનાર વ્યકિતને ટિકિટ આપી મારી સાથે અન્યાય કરતા હું ભાજપ સાથે જાેડાયો છું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાએ જણાવ્યું હતું કે, રૂપિયાની વાત સદંતર ખોટી છે મોવડી મંડળ દ્વારા ટિકિટ કોને આપવી તે નક્કી કરવામાં આવે છે.કોઈ કોઇની ટિકિટ કાપી શકે નહીં.
પક્ષમાંથી કોઈ એક વ્યકિતને ટિકિટ આપે, મને પણ બે વાર ટિકિટ મળી નથી પણ પક્ષની વફાદારી તો ત્યારે કહેવાય કે ટિકિટ જેને મળે તેને જીતાડવા મથે બાકી રૂપિયા લેની લેતી દેતિની વાત સંપૂર્ણ પણે ખોટી વાત છે. હજુ કોંગ્રેસ કંઈ વિચારે તે પહેલાં પાલિકામાં પણ ભાંગતૂટ થઈ ગઇ છે. પાલિકામાં કોંગ્રેસના નિશાન પરથી ચૂંટાયેલા વોર્ડ નંબર ૪ના કાઉન્સિલર જસવંતીબેન સુરેશભાઈ સિરોહીયા તથા વોર્ડ નંબર ૧૩ના કાઉન્સિલર ભાનુબેન નાગવાડીયાએ પણ કોંગ્રેસનો હાથ છોડી બીજેપીમાં જાેડાયા હતા.

Follow Me:

Related Posts