fbpx
ગુજરાત

દાંતીવાડામાં એક ૧૨ વર્ષીય મુકબધીર સગીરાનું ગળું કાપી હત્યા, વિસ્તારમાં ચકચાર

બનાસકાંઠા જિલ્લામાં મહિલા અત્યાચારના બે બનાવ સામે આવ્યા છે. જેમાં દાંતીવાડા ભાખર ગામ ખાતે એક ૧૨ વર્ષીય કિશોરીની હત્યા કરવામાં આવી છે. જ્યારે બીજા બનાવમાં ડીસામાં એક સ્પા સેન્ટર માં સગીરાની છેડતી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે દાંતીવાડાના ભાખર ગામ ખાતે એક ૧૨ વર્ષની મૂકબધીર કિશોરી એક દિવસ પહેલા ગુમ થઈ હતી. જે બાદમાં આજે એક અવાવરું જગ્યા પરથી કિશોરીનો ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ મામલે દાંતીવાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
કિશોરી ગુમ થઈ હતી ત્યાર બાદ એક યુવક તેને બાઇક પર લઈ જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અવાવરું જગ્યા પરથી કિશોરીની લાશ મળતા લોકોને ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લઈને યુવકની ઓળખ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ યુવક કિશોરીનો કોઈ પરિચિત જ હોવાની પોલીસ શંકા સેવી રહી છે. હત્યા કેસને ઉકેલવા માટે ડૉગ સ્ક્વૉડની પણ મદદ લેવામાં આવી રહી છે. સ્પા સેન્ટરમાં સગીરાની છેડતીઃ બનાસકાંઠાના ડીસામાં સ્પા સેન્ટરમાં સગીરાની છેડતી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં સ્ટુડિયો-૧૧ સલુન એન્ડ સ્પા સેન્ટરની અંદર હેર સ્પા માટે ગયેલી સગીરાની છેડતી કરવામાં આવતા સ્પાના કર્મચારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ બાદ પોલીસે છેડતી કરનાર પરપ્રાંતીય યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે ડીસા શહેરના જલારામ મંદિર સામે આવેલા ગોલ્ડ માઇલ્ડ સ્ટોન શોપિંગ સેન્ટરમાં સ્ટુડિયો-૧૧ સલુન એન્ડ સ્પામાં સગીરાની છેડતી થઈ હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. સગીરા તેની બહેનપણીઓ સાથે હેર સ્પા માટે ગઇ હતી. જ્યાં સ્ટુડિયો-૧૧માં કામ કરતાં સુશીલ હંસરાજ યાદવે બેક મસાજ કરવાનું કહી સગીરાને અંદરના રૂમમાં લઈ જઇ સ્ટોપર બંધ કરી દીધી હતી. સગીરાએ સ્ટોપર કેમ બંધ કરો છો તેમ કહેતાં સુશીલ યાદવે અહીંનો રૂલ્સ છે તેમ કહી સગીરાનો જમણો હાથ પકડી ગળાના ભાગે બળજબરીથી ચુંબન કરી લીધું હતું.

Follow Me:

Related Posts