fbpx
ગુજરાત

અમદાવાદ ની એલ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઓન લાઈન વિમોચીત મેગેઝિન એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના ના પાંચ હજાર વિદ્યાર્થી ઓ એ નિહાળ્યું

અમદાવાદ ની એલ જે  ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ૧૭ ઓક્ટોબર , શનિવારે બપોરે ૧-૩૦ વાગ્યે એલ.જે કોલેજ ની મેગેઝિનનો ૧૭ મો અંશ કોરોના મહામારી ને કારણે ઓનલાઈન માધ્યમો જેવા કે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર લાઈવ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.આ ઓનલાઈન પ્રસારણ માટે કોલેજના વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગ ના નિયમનું પાલન કરી ઘરે બેસીને જ એક વેબસાઈટ બનાવવામાં આવી હતી.એલ જે  કૉલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલા આ ઓનલાઈન પ્રસારણ દ્વારા મેગેઝિનના ૧૭ માં અંશનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું , જેને એલ.જે.ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું. તેનો વિદ્યાર્થી ઓ દ્વારા ખૂબ સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. જે એલ.જે ના વિદ્યાર્થીઓ અને એલ.જે કોલેજ  માટે ખૂબ ગૌરવની વાત છે.

Follow Me:

Related Posts