fbpx
ગુજરાત

ફી ઘટાડા મુદ્દે હવે કોલેજાેના સંચાલકોને પણ મનાવવા પડે તેવી સ્થિતિ

ફી ઘટાડા મુદ્દે સરકારે સ્કૂલો બાદ હવે કોલેજાેના સંચાલકોને પણ મનાવવા પડે તેવી સ્થિતિ છે. હાઈકોર્ટની સૂચનાથી સરકારે ફી કમિટીને સંચાલકો સાથે બેઠક કરી તેમનો અભિપ્રાય લેવાની કામગીરી તો સોંપી દીધી પરંતુ કોલેજાે સંચાલકો ફી ઘટાડા માટે માન્યા નથી દરખાસ્ત સ્વીકારી નથી. સરકાર માટે તો ખરેખર હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ છે કારણકે સરકારે શિક્ષણમાં ખાનગીકરણ વધારતા જ્યાં નવી નવી ખાનગી સ્કૂલો-કોલેજાેને બેફામ મંજૂરીઓ આપી છે ત્યારે હવે એ જ સ્કૂલ-કોલેજાે સરકારને ગાંઠતા નથી. ગુજરાતમાં આવેલી ખાનગી ટેકનિકલ કોલેજાે-યુનિ.ઓ અને અન્ય વોકેશનલ કોલેજાે તેમજ યુનિ.ઓમાં ફી ઘટાડાને લઈને હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલમાં હાઈકોર્ટે સરકારને સંચાલકોને પણ સાંભળવા સૂચના આપી છે. જેના પગલે સરકારે ટેકનિકલ ફી કમિટીને સંચાલકોને સાંભળવા જવાબદારી આપી હતી.
ફી કમિટીએ તમામ કોલેજ સંચાલક મંડળો તથા યુનિ.ઓના મેનેજમેન્ટને સાંભળ્યા બાદ હવે થોડા જ દિવસમાં ફી કમિટી સરકારને રિપોર્ટ આપશે. આ ઉપરાંત ખાનગી વોકેશનલ કોલેજાે-યુનિ.માટે સરકારે હંગામી ફી કમિટી રચી છે અને આ કમિટી પણ થોડા દિવસમાં સરકારને રિપોર્ટ આપશે. ત્યારબાદ સરકાર હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે અને બીજી બાજુ ટેકનિકલ કોલેજ સંચાલક મંડળ પણ હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસમાં પક્ષકાર તરીકે જાેડાયા છે. ટેકનિકલ કોલેજાે અને યુનિ.ઓના સંચાલકો ફી ઘટાડાવા તૈયાર નથી. સરકાર તરફથી અગાઉ ફી કમિટીએ સંચાલક મંડળો સમક્ષ ફી ઘટાડાનો પ્રસ્તાવ મુક્્યો હતો પરંતુ ખર્ચાઓ અને અગાઉ ન થયેલ ફી વધારા સહિતની બાબતોને ધ્યાનમા રાખતા હવે ફી ઘટાડો ન કરી શકવાનું સચાલકોનું સ્પષ્ટ કહેવુ છે.
જાે કે ઘણી કોલેજાે તો વિદ્યાર્થીઓ જ ન મળતા પહેલેથી બંધ કરવી પડી તેવી સ્થિતિમાં છે ત્યારે ફી ઘટાડો થાય તો દૂરની વાત છે. જ્યારે મોટી ટેકનિકલ કોલેજાે અને યુનિ.ઓ પણ ફી ઘટાડવા તૈયાર નથી ત્યારે હાલ તો સરકારે હવે સંચાલક મંડળોને મનાવવા પડે તેવી સ્થિતિ છે. એક બાજુ સ્કૂલોમાં ૨૫ ટકા ફી ઘટયા બાદ કોલેજાેમા પણ ફી ઘટાડાની ઉગ્ર માંગ ઉઠી છે ત્યારે સરકારે હવે આ મુદ્દે પણ ર્નિણય કરવો પડે તેમ છે.પરંતુ સ્કૂલ સંચાલકોને જેમ કોલેજ સંચાલકો પણ અંત તૈયાર થશે કે કેમ તે પ્રશ્ન છે. બીજી બાજુ નવેમ્બરમાં રેગ્યુલર કોલેજાે શરૂ થાય ત્યારે નવી ફી ભરવાની થતા વાલીઓ પણ રાહ જાેઈને બેઠા છે કે ક્્યારે ફી ઘટાડાનો ર્નિણય આવશે.

Follow Me:

Related Posts